પૈચાન કૌન?

05 May, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૦ના દાયકામાં મોટા અને નાના પડદા પર પોતાની છાપ છોડ્યા બાદ સર્વદમને ઇન્ડસ્ટ્રીમાંથી લાંબો વિરામ લીધો હતો

સર્વદમન બૅનરજી

૯૦ના દાયકામાં દૂરદર્શન પર પૌરાણિક શો ‘શ્રીકૃષ્ણ’ આવ્યો હતો જેને ‘રામાયણ’ બનાવનાર રામાનંદ સાગરે તૈયાર કર્યો હતો. આ શો તો લોકપ્રિય થયો જ, પરંતુ એમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર સર્વદમન બૅનરજીએ લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. લોકો તેમને ખરેખર ભગવાન કૃષ્ણ તરીકે માનવા લાગ્યા હતા. સર્વદમને આ પાત્રને એટલી સુંદર રીતે જીવંત બનાવ્યું હતું કે આજે પણ લોકો તેમને કૃષ્ણ તરીકે જ કલ્પે છે. ૯૦ના દાયકામાં મોટા અને નાના પડદા પર પોતાની છાપ છોડ્યા બાદ સર્વદમને ઇન્ડસ્ટ્રીમાંથી લાંબો વિરામ લીધો હતો. હાલમાં તે ફિલ્મોમાં નાના રોલમાં ક્યારેક દેખાય છે, પરંતુ તેમનો મુખ્ય ફોકસ હવે યોગ પર છે. તે ગ્લૅમરની દુનિયાથી દૂર રહીને હૃષીકેશમાં ગંગાના કિનારે યોગ શીખવે છે. સાથે જ તે ‘પંખ’ નામની એક સંસ્થાને પણ સપોર્ટ કરે છે.

ramayan tv show television news indian television entertainment news bollywood bollywood news