15 August, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશિષ વર્મા
અભિનેતા આશિષ વર્માએ આગામી સીરીઝ `કોર્ટ કચેરી` (Court Kacheri)માં પરમનું પાત્ર ભજવ્યું છે. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે લીગલ પૃષ્ઠભૂમિ હોવાને કારણે તેને આ પાત્રને બખૂબી ભજવવામાં મદદ મળી હતી. કાયદાકીય બેકગ્રાઉન્ડ હોવાને કારણે અભિનેતા પોતે આ પાત્રમાં જીવંતતા રેડી શક્યો.
આ કાનૂની ડ્રામા સીરીઝ (Court Kacheri) જે પારિવારિક વારસો, ઓળખ અને સ્વ માટે અવાજ ઉઠાવવાના વિષયને ઉજાગર કરે છે. અભિનેતા આશિષને પણ તેના આ ભરોસાપાત્ર અભિનય માટે સારી એવી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ જ બાબત પર અભિનેતાએ વધુ પ્રકાશ પાડ્યો છે. પરમ તરીકેની તેની ભૂમિકા વિશે ખુલાસો કરતા તેણે જણાવ્યું કે કેવી રીતે તેની કાનૂની પૃષ્ઠભૂમિએ તેને આ રોલ ભજવવામાં અને જીવંતતા લાવવામાં મદદ કરી.
અભિનેતા જણાવે છે કે, "વકીલ માતા અને દાદા સાથે મને પોતાને પણ લૉ સ્કૂલમાંથી પસાર થવાનું સૌભાગ્ય મળ્યું છે. કાનૂની સેટઅપ મારા રોજિંદા જીવનનો જ એક ભાગ હતો. આમ, લીગલ પૃષ્ઠભૂમિથી હું જ્ઞાત હોઈ હું મારા પાત્ર `પરમ` (Court Kacheri)ને માત્ર નાટકીય રીતે જ નહીં પણ વાસ્તવિક રીતે રજૂ કરી શક્યો."
તમને જણાવી દઈએ કે અભિનેતાનો પરિવાર કાયદાકીય અને તબીબી વ્યવસાયો સાથે મજબૂત રીતે જોડાયેલો છે. પોતાનો પરિવાર આ ક્ષેત્રમાં હોવા છતાં તે પોતે તો તેને અવગણીને આ મનોરંજન ક્ષેત્રમાં જ આવ્યા. આ જ બાબતે વધુ સ્પષ્ટતા કરતાં તે જણાવે છે કે, "મારાં માતા-પિતા મેડીસીન અને કાયદાકીય ક્ષેત્રમાં હોવા છતાં તેમણે શરૂઆતથી જ થિયેટર પ્રત્યેના મારા પ્રેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓએ મને મારા પોતાના સપનાને સાકાર કરવા દીધું"
ફિલ્મોની યોગ્ય પસંદગીઓ માટે જાણીતા આશિષ વર્માએ `કોર્ટ કચેરી` (Court Kacheri)માં ભાગ લઈને ફરી એકવાર પોતાની પસંદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને તેણે સહજતાથી આ પાત્ર ભજવી જાણ્યું છે. તેનો પ્રામાણિક અભિનય અને સ્વાભાવિક સંવાદકળા માત્ર દર્શકોનું દિલ જીતે છે એટલું જ નહીં, પરંતુ વિવેચકો પણ તેની આ સીરીઝની નોંધ લઈ રહ્યા છે. આ લીગલ ડ્રામામાં પુનીત બત્રા, પ્રિયશા ભારદ્વાજ, ભૂષણ વિકાસ, કિરણ ખોજે, સુમાલી ખનીવાલે અને આનંદેશ્વર દ્વિવેદી સાથે પવન મલ્હોત્રા અને આશિષ વર્મા લીડ રોલમાં છે. `કોર્ટ કચેરી`એ સોની લિવ પર સ્ટ્રીમિંગ શરૂ કરી દીધું છે.
આશિષ (Court Kacheri) વિશે વધુ વાત કરીએ તો તે બોલિવૂડમાં તે તેના કામ માટે જાણીતો છે. અતરંગી રે, હેલ્મેટ, ભાવેશ જોશી સુપરહીરો, આર્ટિકલ 15, સુઈ ધાગાઃ મેડ ઇન ઇન્ડિયા અને નિયો-નોયર થ્રિલર ગુડગાંવ વગેરેનો સમાવેશ થાય છે. તે વેબ સિરીઝ ધ વ્હિસલબ્લોઅર, નોટ ફિટ અને ઇનમિટ્સ માટે પણ જાણીતો છે.