20 May, 2025 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંધાર માયાનું પોસ્ટર
એરિકૉન ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત અને ભીમરાવ મુડે દ્વારા દિગ્દર્શિત, ZEE5 ની પ્રથમ મરાઠી હૉરર ઑરિજિનલ સીરિઝ `અંધાર માયા`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ભીમરાવ મુડે દ્વારા દિગ્દર્શિત, શર્મિષ્ઠા રાઉત અને તેજસ દેસાઈ દ્વારા એરિકૉન ટેલિફિલ્મ્સ હેઠળ નિર્મિત, પ્રહલાદ કુડતરકર દ્વારા લખાયેલ વાર્તા અને ડાઈલોૉગ્સ અને કપિલ ભોપાતકર દ્વારા પટકથા સાથે, સીરિઝ `અંધાર માયા`માં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા કિશોર કદમ મુખ્ય ભૂમિકામાં છે. આ શૉ 30 મેના રોજ ફક્ત ZEE5 પર પ્રીમિયર થશે.
નિર્માતા એરિકૉન ટેલિફિલ્મ્સે કહ્યું, "અંધાર માયા અમારા માટે બહુ ખાસ પ્રોજેક્ટ છે. એક નિર્માતા તરીકે, ZEE5 જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર મરાઠી સીરિઝ સ્ટ્રીમ થવું એ બહુ મોટી વાત છે. આ સીમાચિહ્નરૂપ માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર મરાઠી કૉન્ટેન્ટ માટે એક નવી શરૂઆત જ નથી, પરંતુ અર્થપૂર્ણ, ઉચ્ચ-ગુણવત્તાવાળી વાર્તાઓ પ્રદર્શિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પુષ્ટિ આપે છે. હું દર્શકોને અંધેર માયાની દુનિયાનો અનુભવ કરાવવા માટે ઉત્સાહિત છું."
દિગ્દર્શક ભીમરાવ મુડેએ કહ્યું, "અંધાર માયા સાથે, મારું વિઝન એક એવી દુનિયા બનાવવાનું હતું જે લોકો માટે નવી અને અજાણી હોય. એક એવી દુનિયા જ્યાં લાગણીઓ, યાદો અને અલૌકિક સહઅસ્તિત્વ ધરાવે છે. ટ્રેલર લૉન્ચ કરવું એ દુનિયાનો પહેલો દરવાજો ખોલવા જેવું લાગે છે, અને આખરે તે શૅર કરવા માટે મને આનાથી વધુ આનંદ ક્યારેય નથી થયો. આ વાર્તા ભૂતકાળના ભૂત વિશે છે પણ તે તેટલી જ આપણી અંદર રહેલા ભય વિશે પણ છે. મને આશા છે કે દર્શકો રોમાંચિત, ભાવુક અને ભયભીત થશે - કારણ કે આ શૉ જે ઑફર કરે છે તેની આ તો માત્ર શરૂઆત છે.
અભિનેતા કિશોર કદમે શૅર કર્યું, "અંધેર માયામાં ગોન્યાનું પાત્ર ભજવવું એ મારી કારકિર્દીની સૌથી સુંદર સફરમાંની એક રહી છે. તે બહુ ઓછું બોલે તેવો માણસ છે, પણ તેની અંદર સદીઓથી રહસ્યો છુપાયેલા છે. ટ્રેલર દર્શકોને અમે બનાવેલી દુનિયાની ઝલક આપે છે, પણ મારા પર વિશ્વાસ કરો, વાસ્તવિક ઉત્તેજના ત્યારે શરૂ થાય છે જ્યારે વાર્તા ચાલુ થાય છે. તે ફક્ત ભાવનાત્મક રીતે સમૃદ્ધ જ નહીં, પરંતુ તે તમને દરેક ક્ષણે મંત્રમુગ્ધ પણ રાખે છે. ભીમરાવ મુડે અને આવી પ્રામાણિક, ઉત્સાહી ટીમ સાથે કામ કરવાથી તે વધુ ખાસ બને છે. આ કોઈ નોર્મલ હૉરર મૂવી નથી. આ સીરિઝ તમારા મનમાં હમેશા રહેશે દર્શકો. અમારી સાથે આ દુનિયામાં પ્રવેશ કરશે ત્યારે તેમની પ્રતિક્રિયા જોવા માટે હું ખરેખર ઉત્સાહિત છું."