24 April, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`24`માં અનિલ કપૂર
અમેરિકન સિરીઝ ‘24’ના ભારતીય અડૅપ્ટેશનમાં અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝની વાર્તા ઍન્ટિ-ટેરિરસ્ટ યુનિટ ચીફ જય સિંહ રાઠોડની આસપાસ ફરે છે અને આ પાત્ર અનિલ કપૂર ભજવે છે. સિરીઝમાં વડા પ્રધાનની હત્યાના ભયાનક આતંકવાદી પ્લાનિંગને અટકાવવાની જવાબદારી જય સિંહ રાઠોડ પર આવે છે. આ સાથે જ તેને પોતાની અપહરણ થયેલી દીકરીને બચાવવા માટે પણ સમય સામે દોડ લગાવવી પડે છે. ઓછા સમય અને વધતા ખતરાઓ વચ્ચે તે રાજકીય ષડ્યંત્ર, દગો અને જોખમોની જાળમાં ફસાઈ જાય છે. આ સિરીઝ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.