‘ખાકી: ધ બિહાર ચૅપ્ટર’માં મારો રોલ કપરી સ્થિતિમાં પણ શાંત રહે છે : આશુતોષ રાણા

02 December, 2022 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

આશુતોષ રાણા

આશુતોષ રાણાનું કહેવું છે કે તેની ‘ખાકી: ધ બિહાર ચૅપ્ટર’માં તેનો રોલ દરેક મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાને શાંત રાખે છે. આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે. એમાં આશુતોષની સાથે કરણ ટૅકર, અવિનાશ તિવારી, અભિમન્યુ સિંહ, રવિ કિશન, નિકિતા દત્તા, અનુપ સોની અને વિનય પાઠક લીડ રોલમાં છે. આ સિરીઝમાં આશુતોષ રાણા પોલીસ મુક્તેશ્વરના રોલમાં દેખાઈ રહ્યો છે, જે અમિત લોઢાનો રોલ કરનાર કરણ ટૅકર સાથે કામ કરે છે. પોતાના રોલ વિશે આશુતોષે કહ્યું કે ‘મુક્તેશ્વર અમિતનો ફ્રેન્ડ, ગાઇડ અને ફિલોસૉફર છે. મુક્તેશ્વર તેને તકલીફથી દૂર રાખીને માર્ગદર્શન આપે છે. એથી મુક્તેશ્વર જ્યારે પણ સ્ક્રીન પર આવે છે તો પાત્રની દિશા અને સ્થિતિ બદલાઈ જાય છે. મારું કૅરૅક્ટર એવું છે જેની પોતાની ફિલોસૉફી છે. તે પોતાની શરતો પર જીવનાર અને જીવનને માણનાર વ્યક્તિ છે. કપરી સ્થિતિમાં પણ તે કદી પણ પોતાનું નિયંત્રણ નથી ગુમાવતો. તેનામાં એટલું કૌશલ્ય છે કે તે અઘરી સ્થિતિમાં પોતાને શાંત રાખી શકે છે.’

entertainment news Web Series ashutosh rana