20 January, 2026 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાલાજી ટેલિફિલ્મ્સે લૉન્ચ કર્યું Kutingg, મનોરંજન માટે શરૂ નવું OTT પ્લેટફોર્મ
બાલાજી ટેલિફિલ્મ્સે પોતાનું નવું ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ Kutingg લૉન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ ખાસ કરીને મોબાઇલ પર વીડિયો જોનારા દર્શકો માટે બનાવવામાં આવ્યું છે. Kutingg પર દરરોજ સરળ, રસપ્રદ અને પરિવાર સાથે જોઈ શકાય એવું મનોરંજન મળશે. Kutinggના લૉન્ચ કાર્યક્રમમાં બાલાજી ટેલિફિલ્મ્સના ગ્રુપ CRO નિતિન બર્મન, હેડ ઓફ કન્ટેન્ટ મેઘના જોશી અને Kutinggના તમામ શોઝના કલાકારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઇકબાલ ખાન, શરદ મલ્હોત્રા, એબિગેલ પાંડે, શેહઝાદ શેખ, ચાહત પાંડે, ઐશ્વર્યા સખૂજા સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળ્યા હતા. Kutinggની શરૂઆત સાથે જ અનેક ઓરિજિનલ શોઝ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં Kutingg Original શો ‘Missing Priya’ પણ સામેલ છે. આ સિવાય ફિક્શન અને નોન-ફિક્શન કેટેગરીના નવા શોઝ પણ દર્શકો માટે ઉપલબ્ધ રહેશે.
Kutinggને એક ફેમિલી એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં સપ્તાહના દરેક દિવસ માટે અલગ પ્રકારનું કન્ટેન્ટ નક્કી કરવામાં આવ્યું છે, જેથી દર્શકોને રોજ કંઈક નવું જોવા મળે. આ પ્લેટફોર્મ પર લાંબા ફિક્શન શોઝ, બિન્જ જોવા લાયક ઓરિજિનલ સિરીઝ, ટૂંકા વર્ટિકલ વીડિયો અને નોન-ફિક્શન શોઝ રજૂ કરવામાં આવશે. તમામ શોઝ મોબાઇલ પર સરળતાથી જોવા માટે બનાવવામાં આવ્યા છે.
Kutinggનું સત્તાવાર લૉન્ચ 19 જાન્યુઆરી 2026ના રોજ થયું છે. લૉન્ચ સમયે નીચેના શોઝ પ્રસારિત થઈ રહ્યા છે:
Saas Bahu aur Swaad – સોમવારથી ગુરુવાર
Missing Priya – દર શુક્રવાર
Janlewa Ishq – દર શનિવાર
Romeo Ke Dil Mein Juliet – દર શનિવાર
Honestly Why Not? – દર રવિવાર
Kutinggએ આગળ આવનારા ઘણા નવા ઓરિજિનલ શોઝની પણ જાહેરાત કરી છે. તેમાં સામેલ છે:
Mujhe Tu Chahiye – ઇકબાલ ખાન અને માનસી સ્કોટ
ACP Vikrant – શરદ મલ્હોત્રા અને વિનય આનંદ
Jaffna Hills – ઐશ્વર્યા સખૂજા અને સિદ્ધાર્થ ભારદ્વાજ
Ghar Tera Mera – કરિશ્મા સાવંત અને શેહઝાદ શેખ
આ ઉપરાંત Mauka, Jhoothey Savere Sacchi Raatein, Khamosh Shikari, Secret Pati & Power Game, Secret Heir, Pyaar Ek Dhokha જેવા અનેક વર્ટિકલ શોઝ પણ રજૂ કરવામાં આવશે. ડેઇલી ફેમિલી ડ્રામામાં Pyaare Kii Raahein, Pyaar Se Bandhe Rishte અને બિન્જ શોઝમાં Ishq Tandoori, Pyaar Kii Raahein 2, Padosi Patrol પણ દર્શકોને જોવા મળશે.
બાલાજી ટેલિફિલ્મ્સના ગ્રુપ CEO અને CFO સંજય દ્વિવેદીએ કહ્યું કે Kutingg દર્શકોને રોજ જોવા માટે સરળ અને ઓળખાણવાળું કન્ટેન્ટ આપવાનો પ્રયાસ છે. નિતિન બર્મનએ જણાવ્યું કે Kutinggનું કન્ટેન્ટ લોકોની રોજિંદી જોવાની આદતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મેઘના જોશીએ કહ્યું કે Kutingg પર પરિવાર સાથે જોઈ શકાય એવું મનોરંજન, બિન્જ શોઝ, ટૂંકા વીડિયો અને નોન-ફિક્શન શોઝનો સારો મિશ્રણ મળશે.
Kutingg હવે બાલાજી ટેલિફિલ્મ્સ હેઠળ એક અલગ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કામ કરશે. પ્લેટફોર્મનો વિચાર છે –‘Entertainment ka Dose, Har Roz’