આજથી બાલાજી ટેલિફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર `સાસ બહુ ઔર સ્વાદ`

07 October, 2025 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saas Bahu Aur Swad: આજથી એટલે કે સાતમી ઓક્ટોબરથી દર મંગળવાર અને ગુરુવારે ફક્ત બાલાજી ટેલિફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર જોવાનું ચૂકશો નહીં. 

`સાસ બહુ ઔર સ્વાદ`

બે સફળ યુટ્યુબ ઓરિજિનલ્સ બાદ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ હવે ત્રીજી વેબસિરીઝ `સાસ બહુ ઔર સ્વાદ` (Saas Bahu Aur Swad) લઈને જે આ7 ઓક્ટોબરથી માત્રને માત્ર બાલાજી ટેલિફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થશે.

આગ્રાની રંગબેરંગી પૃષ્ઠભૂમિ પર આધારિત આ કથા ભારતના બે સૌથી પ્રિય વિષયો-કુટુંબ અને ભોજનને સુંદર રીતે જોડે છે. વાર્તાના કેન્દ્રમાં ઇન્દુ રસ્તોગી (જેને અપર્ણા ઘોષાલ ભજવશે) છે, જે એક કર્તવ્યનિષ્ઠ ગૃહિણી છે અને તેનું ભોજન પોતાના પરિવારને એક સૂત્રમાં બાંધી રાખે છે, તેમ છતાં તેને ઘણીવાર અવગણવામાં આવે છે. ઇન્દુના જીવનમાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેના ઘરમાં આવે છે પુત્રવધૂ રિયા (ચાહત પાંડે ભજવશે). જે અનેકો સપના લઈને આ પરિવારમાં આવે છે. શરુઆતમાં થતા ઝગડા પછી ધીમે ધીમે એક અનન્ય સંબંધમાં ફેરવાય છે જ્યારે રિયાને ઇન્દુની રાંધણકળા વિષે ખબર પડે છે. આ આખી યાત્રા હાસ્ય, લાગણીઓ અને પારિવારિક ક્ષણોથી ભરપૂર છે.

આ શો (Saas Bahu Aur Swad)માં ચાહત પાંડે અને અભિષેક મલિક મુખ્ય ભૂમિકામાં છે.  `સાસ બહુ ઔર સ્વાદ` (Saas Bahu Aur Swad) આ શરુ થઇ રહેલ તહેવારોની મોસમ માટેનો પરફેક્ટ પારિવારિક શો છે. આ શોમાં શક્તિ સિંહ, માહી શર્મા, સીમા સિંહ, કુશલ શાહ અને શ્રિયા આચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બાલાજી ટેલિફિલ્મ્સ ડિજિટલના ગ્રુપ ચીફ રેવન્યુ ઓફિસર નીતિન બર્મને જણાવ્યું હતું કે, "સાસ બહુ ઔર સ્વાદ દ્વારા, અમે એક એવી વાર્તા રજૂ કરવા માગીએ છીએ જે એકદમ સાંપ્રત અને તાજી હોય. તે મહિલાઓ, પરિવારોની ઉજવણી છે. અમને આશા છે કે દર્શકો રસ્તોગી પરિવાર સાથે જોડાશે અને આ કથામાંથી પણ ઘણો પ્રેમ, હાસ્ય અને સ્વાદ મેળવશે."

રિયાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ચાહત પાંડે (Saas Bahu Aur Swad)  જણાવે છે કે, "રિયાની જર્ની એ દરેક મહિલાની કથા છે, જે તેના સપનાને સાકાર કરવા માંગે છે, ભલે સમાજ તેને રસોડા સુધી મર્યાદિત રાખવાની અપેક્ષા રાખે. સાસ બહુ ઔર સ્વાદ મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં રમૂજ, પારિવારિક લાગણીઓ અને ભોજનની મજા પણ છે. દર્શકો આ કથા સાથે કેટલા જોડાય છે તે જોવા માટે હું આતુર છું"

કરણની ભૂમિકા ભજવનાર અભિનેતા અભિષેક મલિકે કહ્યુંઃ "કરણ આજના ભારતીય પુત્ર અને પતિનું પ્રતિનિધિત્વ કરે છે જે પરંપરા અને આધુનિક વિચારસરણી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.  આ શોમાં કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો હતો.  દરેક દ્રશ્યમાં હાસ્ય, સ્વાદ અને સાચી લાગણીઓ હોય છે.  મને ખાતરી છે કે દર્શકો કરણ અને આ પરિવાર સાથે જોડાશે. "

હૃદયસ્પર્શી કથાવસ્તુ, કોમેડી અને ઘરના ભોજન જેવી મીઠાસથી ભરપૂર, સાસ બહુ ઔર સ્વાદ ચોક્કસથી દરેક પરિવાર માટે પ્રિય બની રહેશે. બાલાજી ટેલિફિલ્મ્સે હંમેશાં એવી વાર્તાઓ રજૂ કરી છે જે દરેક પેઢીઓને કનેક્ટ કરે છે અને આ સિરીઝ પણ માત્ર મનોરંજન જ નહીં પરંતુ ભારતીય પરિવારોની સાચી ઓળખ લઈને આવી છે. તો, આજથી એટલે કે સાતમી ઓક્ટોબરથી દર મંગળવાર અને ગુરુવારે ફક્ત બાલાજી ટેલિફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર `સાસ બહુ ઔર સ્વાદ` (Saas Bahu Aur Swad)  જોવાનું ચૂકશો નહીં. 

web series entertainment news balaji telefilms bollywood buzz bollywood gossips bollywood youtube