‘તાઝા ખબર’ સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ભુવન બામ

05 May, 2022 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર ભુવન બામ હવે ડિઝની+હૉટસ્ટાર પર વેબ-શો ‘તાઝા ખબર’ દ્વારા એન્ટ્રી કરી રહ્યો છે.

‘તાઝા ખબર’ સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ભુવન બામ

ભારતનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર ભુવન બામ હવે ડિઝની+હૉટસ્ટાર પર વેબ-શો ‘તાઝા ખબર’ દ્વારા એન્ટ્રી કરી રહ્યો છે. આ શોને હિમાંક ગૌર ડિરેક્ટર અને રોહિત રાજ અને ભુવન બામ પ્રોડ્યુસ કરશે. આ શોની જાહેરાત તેણે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. તેણે શોની સ્ક્રિપ્ટ વાંચતો ફોટો શૅર કર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભુવન બામે કૅપ્શન આપી હતી, ‘મારી ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી માટે તમારા આશીર્વાદની જરૂર છે. આ વર્ષે નવું લાવી રહ્યો છું.’

ભુવન બામે ઘણા યુટ્યુબ વિડિયો બનાવ્યા છે. તેણે ઘણાં ઓરિજિનલ પાત્રોને ક્રીએટ કર્યાં છે. આ પાત્રોને તેણે યુટ્યુબ શો ‘ઢિંઢોરા’ દ્વારા એક વેબ-શોમાં પણ ઉતાર્યાં હતાં. એસ. એસ. રાજામૌલી, રામચરણ અને જુનિયર એનટીઆર જેવા ઍક્ટર્સે તેના આ શોને પ્રમોટ પણ કર્યો હતો. તેમ જ શાહરુખ ખાન પણ ભુવન બામ સાથે કામ કરી ચૂક્યો છે. જોકે હવે ભુવન પહેલી વાર એટલે કે ઑફિશ્યલી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યો છે. અત્યાર સુધી તે પોતાની ચૅનલ માટે જ કામ કરતો હતો. 

entertainment news web series