‘પૉપ કૌન’માં ડેબ્યુટાન્ટ નૂપુર સૅનન એક સરપ્રાઇઝ છે : ફરહાદ સામજી

17 March, 2023 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોને ફરહાદે ડિરેક્ટ કર્યો છે અને એમાં જૉની લીવર, કુણાલ ખેમુ, રાજપાલ યાદવ અને ચંકી પાન્ડે જેવા ઘણા ઍક્ટર્સ છે

નૂપુર સૅનન

ફરહાદ સામજીનું કહેવું છે કે ‘પૉપ કૌન’માં ડેબ્યુ કરી રહેલી નૂપુર સૅનન એક સરપ્રાઇઝ પૅકેજ છે. ક્રિતી સૅનનની બહેન હવે નૂપુર પણ ડેબ્યુ કરી રહી છે. તે અક્ષયકુમાર સાથે ‘ફિલહાલ’ ગીતમાં જોવા મળી હતી. તે હવે ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહી છે. આ શોને ફરહાદે ડિરેક્ટ કર્યો છે અને એમાં જૉની લીવર, કુણાલ ખેમુ, રાજપાલ યાદવ અને ચંકી પાન્ડે જેવા ઘણા ઍક્ટર્સ છે. નૂપુર વિશે વાત કરતાં ફરહાદે કહ્યુ કે ‘શોમાં જેટલા પણ ક્રેઝી અને પાગલપંતીથી ભરેલાં પાત્રો છે એને બૅલૅન્સ કરતી જોવા મળશે, કારણ કે તેનું પાત્ર સેન્સિબલ છે. શૂટિંગ શરૂ કરતાં પહેલાં અમે નૂપુર સાથે ક્લાસિસ કર્યા હતા. શરૂઆતથી જ તેણે કહ્યું હતું કે તેના માટે આ બધું નવું છે અને એથી જ આટલા મોટા સ્ટાર્સ સાથે કામ કરવા માટે તેને ગાઇડન્સની જરૂર પડશે. આથી અમે તેને કમ્ફર્ટેબલ કરવા માટે ક્લાસિસ કર્યા હતા. શૂટિંગ પહેલાં પણ અમે રેગ્યુલર રિહર્સલ કરતા હતા. તે કંઈ ખોટું કરતી તો પણ અમે તરત તેની મદદ કરતા હતા. કૉમેડી શોમાં શું કરવું અને શું નહીં એ જાણવા માટે તેણે પૂરતો સમય લીધો હતો, પરંતુ એમાંથી તે જ્યારે બહાર આવી ત્યારે તે એક સરપ્રાઇઝ પૅકેજ સાથે આવી હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood