ઍમેઝૉન બાદ ડિઝની+હૉટસ્ટારે જાહેર કર્યા શો

13 May, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચમાં જાહેર કરાયેલા પહેલા ​ત્રિમાસિકમાં કંપનીને ૭.૯ મિલ્યન નવા સબસ્ક્રાઇબર્સ મળતાં કુલ ૧૩૭.૯ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો બાદ ડિઝની+હૉટસ્ટારે પણ હવે ભારતીય માર્કેટ માટે ૧૦૦ શોની જાહેરાત કરી છે. ભારતમાં ડિજિટલ પ્લૅટફૉર્મનું ચલણ વધ્યું છે. માર્ચમાં જાહેર કરાયેલા પહેલા ​ત્રિમાસિકમાં કંપનીને ૭.૯ મિલ્યન નવા સબસ્ક્રાઇબર્સ મળતાં કુલ ૧૩૭.૯ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થયા હતા. કંપનીએ ૫૦૦ નવા શો પર કામ ચાલી રહ્યું હોવાનું પણ જાહેર કર્યું હતું. આ ૫૦૦ શોમાંથી ૧૪૦ એશિયા-પૅસિફિક માટે, ભારત માટે ૧૦૦, લેટિન અમેરિકા માટે ૨૦૦ અને ૧૫૦ યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકા માટે બનાવવામાં આવશે. ભારતમાં લોકોને તમામ પ્રકારની કન્ટેન્ટ ડિજિટલ પ્લૅટફૉર્મ પર મળી રહે છે. બીજા ત્રિમાસિકમાં ૯.૨ મિલ્યનનો ઉમેરો થતાં હવે ડિઝની+હૉટસ્ટાર પર ૨૦૫ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે. વૉલ્ટ ડિઝનીના સીઈઓ ૨૦૨૪ સુધી ૨૩૦થી ૨૬૦ મિલ્યન સબસ્ક્રાઇબર્સ મળે એવો અંદાજો રાખી રહ્યા છે.

ડિજિટલ પ્લૅટફૉર્મ લોકોને આકર્ષિત કરવા માટે લોભામણી ઑફર્સ લઈને આવે છે. ગયા મહિને ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ આગામી બે વર્ષમાં ૪૦ નવા શો હિન્દી, તામિલ અને તેલુગુમાં બનાવવાની જાહેરાત કરી છે. ડિઝની+હૉટસ્ટાર પણ એવી કન્ટેન્ટ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે જે લોકોને આકર્ષિત કરી શકે અને તેમના સબસ્ક્રાઇબર્સમાં વધારો થાય. 

entertainment news Web Series web series hotstar