અમિકા શૈલ ‘ધાની’થી છે બિલકુલ અલગ

31 May, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી વેબ-સિરીઝ ‘છત્તીસ ઔર મૈના’ની લીડ ઍક્ટ્રેસ મૉડર્ન છે પણ તેનું કૅરૅક્ટર એ ‘ધાની’ ગામડાની છોકરી છે, જેને માટે અમિકાએ પોતાની મેઇડને પ્રેરણા બનાવી

અમિકા શૈલ

ડિજિટલ ડેબ્યુ કરનારી ઍક્ટ્રેસ અમિકા શૈલની પહેલી વેબ-સિરીઝ ‘છત્તીસ ઔર મૈના’ હમણાં જ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ. ડાન્સને સેન્ટર પૉઇન્ટ બનાવીને તૈયાર કરવામાં આવેલી આ વેબ-સિરીઝમાં અમિકા ‘ધાની’નું કૅરૅક્ટર કરે છે, જે અમિકા કરતાં બિલકુલ જુદી છે. અમિકા કહે છે, ‘હું મૉડર્ન અને ધાની એકદમ ગામડાની સીધી, સાદી અને સરળ છોકરી. ધાનીનું એક જ સપનું છે. જલદી તેનાં મૅરેજ થાય અને જલદી તે સુખી મૅરેજ લાઇફ જીવે, પણ મારે માટે એ સાવ અવળું છે.’

અમિકાએ ધાનીના કૅરૅક્ટરને આત્મસાત્ કરવા માટે પોતાની મેઇડને આઇડલ બનાવી હતી અને તેની સાથે વાતો કરી-કરીને, તેની સ્ટાઇલ જોઈ-જોઈ એ કૅરૅક્ટરિસ્ટિક્સ પોતાનામાં ઉતારીને ધાની બનવાની તૈયારી કરી. અમિકા કહે છે, ‘પ્રેમ, રાજનીતિ, રિલેશનશિપથી માંડીને ઑનલાઇન ડેટિંગ, ફ્રેન્ડશિપ, સોસાયટીના રીતરિવાજ અને પેરન્ટ્સની અપેક્ષા જેવા દરેક પૉઇન્ટને આમાં સમાવવામાં આવ્યાં છે.’

અમિકાને આ વેબ-સિરીઝમાં પાંચ ડાન્સ કરવા મળ્યા છે. અમિકા કહે છે, ‘પહેલી વાર એવું બન્યું જેમાં મારા ડાન્સની સ્કિલનો ઉપયોગ કરવા મળ્યો.’

entertainment news Web Series web series