અક્ષરધામ વિના અક્ષરધામની વાત

28 June, 2021 12:08 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ગાંધીનગરના અક્ષરધામની ઘટનાનો રેફરન્સ લેવામાં આવ્યો છે

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ગાંધીનગરના અક્ષરધામની ઘટનાનો રેફરન્સ લેવામાં આવ્યો છે

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને અનેક ભાવિકોને બંદી બનાવી લીધા હતા. આ જ ઘટના હવે ઝી-ફાઇવની ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં જોવા મળશે. અક્ષરધામ મંદિરમાં ઘૂસેલા આતંકવાદીઓને કાઢવા માટે આર્મીની હેલ્પ લેવામાં આવી હતી, જ્યારે ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં જવાબદારી ટાસ્કફોર્સને સોંપવામાં આવે છે, જેની લીડ અક્ષય ખન્ના લે છે.

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ટેમ્પલમાં ૭ આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને તેમણે ૧૫૦થી વધુ ભક્તોને હોસ્ટેજ બનાવી રાખ્યા છે. ગણતરી એવી છે કે આ હોસ્ટેજના નામે મુખ્ય પ્રધાને અન્ય આતંકવાદીઓને છોડાવવાની ડિમાન્ડ કરવી, પણ અક્ષય ખન્ના અને ટાસ્કફોર્સ એ મનસૂબો પાર થવા દેતાં નથી.

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’ માટે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાન દ્વારા પરમિશન મળી ન હોવાથી આખી સિરીઝમાં ક્યાંય સંસ્થા કે અક્ષરધામનું નામ એમાં આવશે નહીં. ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’ ૯ જુલાઈએ રિલીઝ થશે.

zee5 entertainment news terror attack