રીલ લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે રિયલ લાઈફ કપલ, ગાંધી-કસ્તુરબા બનશે સ્ક્રીન પર

11 April, 2024 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hansal Mehta’s Gandhi: હંસલ મહેતાની વૅબ સિરીઝમાં ભામિની ઓઝા ગાંધી કસ્તુરબા ગાંધી બનશે, પતિ પ્રતિક છે મહાત્મા ગાંધી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પડદા પર વાસ્તવિક લોકોની ભૂમિકા ભજવવી એ કલાકારો માટે હંમેશા પડકારજનક અને જવાબદાર કાર્ય હોય છે. આ ક્રમમાં, જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને તેમની પત્ની કસ્તુરબા ગાંધી (Kasturba Gandhi)ની ભૂમિકા ભજવવાની વાત આવે છે, ત્યારે આ જવાબદારી વધુ વધી જાય છે.

વર્ષ ૨૦૨૨માં, પ્રોડક્શન હાઉસ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ (Applause Entertainment) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના જીવનની વાર્તા પર એક વેબ સિરીઝ ‘ગાંધી’ (Gandhi) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હંસલ મહેતા (Hansal Mehta) દ્વારા નિર્દેશિત આ શોમાં અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi) મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. પ્રતિકની પત્ની અને અભિનેત્રી ભામિની ઓઝા ગાંદી (Bhamini Oza Gandhi)ને આ શોમાં મહાત્મા ગાંધીની પત્ની કસ્તુરબા ગાંધીની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

નિર્માતાઓ ઈચ્છે છે કે પ્રતીક અને ભામિનીના વાસ્તવિક જીવનના પતિ-પત્નીના બોન્ડ અને સંબંધો પણ પડદા પર જોવા મળે. આ જવાબદારી અંગે ભામિની કહે છે કે, ‘કસ્તુરબા ગાંધીનો રોલ મેળવવો એ મારી અભિનય કારકિર્દીની સૌથી સુંદર બાબત છે. અમે થિયેટરના શરૂઆતના દિવસોથી જ વિચારતા હતા કે અમે સાથે સ્ક્રીન શેર કરીશું. હવે આ થઈ રહ્યું છે. હું આ પાત્રને ઈમાનદારીથી ભજવવાનો પ્રયત્ન કરીશ.’

પ્રતિક ગાંધી તેની આગામી સિરીઝ `ગાંધી` માટે ખૂબ જ ઉત્સાહિત લાગે છે. પ્રતિક આ સિરીઝમાં મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. પ્રતિકે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી પત્ની ભામિનીની તસવીર શૅર કરતાં લખ્યું છે કે, `એક કલાકાર તરીકે હું ભામિનીને થિયેટરના દિવસોથી ઓળખું છું. હું તેની યાત્રાનો સાક્ષી રહ્યો છું. હવે અમે સાથે કામ કરવા જઈ રહ્યાં છીએ, તે અમારા માટે સૌભાગ્યની વાત છે. હું ભામિની માટે ખૂબ જ ખુશ છું. હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેને તેની કેલિબરનું પાત્ર મળે અને તે તે પાત્ર સાથે ન્યાય કરી શકે. હું તેને કસ્તુરબાના રોલમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

હંસલ મહેતાએ પણ સોશ્યલ મીડિયા પર ભામિનીનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. આ સાથે તેમણે લખ્યું છે કે, ‘કસ્તુરબા ગાંધીની જન્મજયંતિના વિશેષ અવસર પર, અમે નોંધપાત્ર ભામિની ઓઝાનું અનાવરણ કરવા માટે સન્માનિત છીએ, કારણ કે તેઓ જીવન અને રાજકારણ બંનેમાં લડવૈયા `બા`ની શક્તિ, કૃપા અને સ્થિતિસ્થાપકતાનું ચિત્રણ કરે છે.’

તમને જણાવી દઈએ કે, હંસલ મહેતાની ‘ગાંધી’ સિરીઝ પ્રખ્યાત ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના પુસ્તક `ગાંધી બિફોર ઈન્ડિયા` અને `ગાંધી-ધ ઈયર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ` પર આધારિત છે. ઉપરાંત, સિદ્ધાર્થ બસુ ઐતિહાસિક સલાહકાર, હકીકતલક્ષી સલાહકાર અને સર્જનાત્મક સલાહકાર તરીકે પ્રોજેક્ટમાં જોડાયા છે.

Pratik Gandhi hansal mehta mahatma gandhi web series entertainment news bollywood bollywood news