16 October, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હૃતિક રોશન OTTની દુનિયામાં પ્રોડ્યુસર તરીકેની પોતાની કરીઅરની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. હૃતિક અને તેનો કઝિન ઈશાન રોશન પ્રાઇમ વિડિયો સાથે મળીને ઍક્શન-થ્રિલર વેબ સિરીઝ ‘સ્ટૉર્મ’ લાવી રહ્યા છે. ‘સ્ટૉર્મ’ની વાર્તા મુંબઈના બૅકડ્રૉપમાં રચાયેલી છે અને એમાં સસ્પેન્સ, ઍક્શન અને ભાવનાઓનો સંગમ જોવા મળશે. આ સિરીઝ મજબૂત મહિલા કિરદારોની વાર્તા પર આધારિત હશે જે સામાજિક અને વ્યક્તિગત સંઘર્ષો સામે લડીને તેમની ઓળખ બનાવે છે.
‘સ્ટૉર્મ’માં સબા આઝાદ, પાર્વતી થિરુવોતુ, અલાયા એફ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને રમા શર્મા જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ બધા કલાકારો તેમનાં પાત્રો દ્વારા મહિલા સશક્તીકરણ અને આત્મવિશ્વાસનું પ્રતીક બનશે.