ભારતમાં હવે ટર્કીના ડ્રામા સામે લાલ આંખ

18 May, 2025 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાન તનાવમાં ટર્કીએ દુશ્મન દેશનું સમર્થન કર્યું હતું એટલે એની સામે પણ કડક પગલાં લેવાવાં જોઈએ

ટર્કી ડ્રામા

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે ભારતમાં પાકિસ્તાનની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં હવે કોઈ પાકિસ્તાની ડ્રામા, મૂવી કે ગીતો જોઈ-સાંભળી શકાતાં નથી. એ પછી હવે ભારતમાં ટર્કીના ડ્રામાને બંધ કરવાની ડિમાન્ડ ઊઠી છે. લોકોનું માનવું છે કે ટર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને એ એની સાથે ઊભું છે એ કારણસર ભારતમાં ટર્કીની દરેક વસ્તુ બંધ કરવી જોઈએ. ઝીફાઇવે પહેલેથી જ ટર્કીના તમામ શો હટાવી દીધા છે. હવે ઍમૅઝૉન પ્રાઇમ અને MX પ્લેયર જેવી ઍપ્સ કયાં પગલાં લે છે એના પર બધાની નજર છે.

ભારતમાં ટર્કી-ડ્રામા લોકોને ખૂબ ગમે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ડ્રામાએ ચાહકોનાં દિલમાં અલગ સ્થાન બનાવ્યું છે જેમાં ‘એર્તુગ્રુલ’, ‘ફેરિહા’ અને ‘માસૂમ’ જેવા શો ઘર-ઘરમાં લોકપ્રિય થયા છે. જોકે તાજેતરના ઘટનાક્રમો બાદ OTT પ્લૅટફૉર્મ્સે ટર્કીના આ શો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. ઝીફાઇવે ગયા અઠવાડિયે ‘રિલેશનશિપ સ્ટેટસ ઃ ઇટ્સ કૉમ્પ્લીકેટેડ’ અને અન્ય કેટલીક ટર્કી સિરીઝને હટાવી દીધી છે, પરંતુ આ સંદર્ભે વધુ ચર્ચા કરી નથી.

જોકે હજી સુધી ભારત સરકાર તરફથી શો હટાવવા માટે કોઈ નિર્દેશ આવ્યો નથી, પરંતુ ચૅનલના માલિકો પોતે જ એને હટાવી રહ્યા છે. એ સિવાય ટર્કીની સિરીઝને સ્ટ્રીમ કરતી અનેક યુટ્યુબ ચૅનલો પણ સખત ઑબ્ઝર્વેશન હેઠળ છે.

turkey ind pak tension Pahalgam Terror Attack india netflix social media entertainment news