હીરોની જૅકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રિની જોડી ફરી સાથે ચમકશે

24 July, 2026 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીનાક્ષી શેષાદ્રિ પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ `નાણાવટી વર્સસ નાણાવટી`થી OTT પર કમબેક કરી રહી છે. આ સિરીઝમાં તે લગભગ 40 વર્ષ બાદ જેકી શ્રોફ સાથે ફરી સ્ક્રીન શેર કરશે.

જેકી શ્રોફ અને મીનાક્ષી શેષાદ્રિ

મીનાક્ષી શેષાદ્રિ ટૂંક સમયમાં પ્રાઇમ વિડિયોની આગામી વેબ-સિરીઝ ‘નાણાવટી વર્સસ નાણાવટી’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝની સૌથી ખાસ વાત એ છે કે એમાં સુપરહિટ ફિલ્મ ‘હીરો’ની મીનાક્ષી શેષાદ્રિ અને જૅકી શ્રોફની લોકપ્રિય જોડી લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. 
મીનાક્ષી શેષાદ્રિએ તાજેતરમાં અમેરિકા છોડીને ભારત પરત ફરવાનો અને મુંબઈમાં સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. સાથે જ તેણે ફરી હિન્દી ફિલ્મો અને વેબ-સિરીઝમાં કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેના આ નિર્ણયના માત્ર બે મહિનામાં જ તેને આ OTT સિરીઝમાં કામ કરવાની તક મળી ગઈ છે. રિપોર્ટ મુજબ ૮ એપિસોડની આ ક્રાઇમ અને કોર્ટરૂમ ડ્રામા સિરીઝનું શૂટિંગ હાલમાં મુંબઈમાં ચાલી રહ્યું છે. આ સિરીઝમાં મીનાક્ષી અને જૅકી ઉપરાંત ભાગ્યશ્રી, રામ કપૂર અને અનુપ્રિયા ગોયનકા પણ મહત્ત્વનાં પાત્રોમાં જોવા મળશે.

entertainment news web series jackie shroff bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood