OTT પર આજથી ધ ડિપ્લોમૅટ, ગ્રામ ચિકિત્સાલય જુઓ

09 May, 2025 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉન એબ્રાહમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ પૉલિટિકલ થ્રિલર છે. ‘ગ્રામ પંચાયત’ના મેકર્સ હવે ‘ગ્રામ ચિકિત્સાલય’ નામની સિરીઝ લઈને આવ્યા છે.

ધ ડિપ્લોમૅટ અને ગ્રામ ચિકિત્સાલય પોસ્ટર

ધ ડિપ્લોમૅટ

જૉન એબ્રાહમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ પૉલિટિકલ થ્રિલર છે. આ ફિલ્મની વાર્તા ભારતીય ડિપ્લોમૅટ જે. પી. સિંહ અને ઉઝમા અહમદના રિયલ કેસ પર આધારિત છે. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ઠીક-ઠીક સફળતા મળી હતી. નેટફ્લિક્સ પર જોવા મળશે.

ગ્રામ ચિકિત્સાલય

‘ગ્રામ પંચાયત’ના મેકર્સ હવે ‘ગ્રામ ચિકિત્સાલય’ નામની સિરીઝ લઈને આવ્યા છે. આ સિરીઝમાં એક યુવાન અને આદર્શવાદી ડૉક્ટરની વાત છે જે ગ્રામ્ય વિસ્તારની હેલ્થકૅર સિસ્ટમમાં કામ કરવા આવે છે. એ પછી અલગ-અલગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પ્રાઇમ વિડિયો પર જોવા મ‍ળશે.

amazon prime netflix john abraham prime video entertainment news