10 August, 2024 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. કે. મેનન
કે. કે. મેનને તેની આગામી સિરીઝ ‘શેખર હોમ’નું શૂટિંગ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલા શાંતિનિકેતનમાં કર્યું હતું. એ વખતે તેને મહાન કવિ અને નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની હાજરીનો અહેસાસ થતો હતો. શાંતિનિકેતનની સ્થાપના ૧૯૦૧માં રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. કેટલાંક સ્થળો આપણને પ્રભાવિત કરે છે એ વિશે કે. કે. મેનન કહે છે, ‘દરેક સ્થળની ખૂબસૂરતી અને વિશેષતાઓ હોય છે. શાંતિનિકેતન પણ એમાંનું જ એક છે. ત્યાં રવીન્દ્રનાથ ટાગોરની હાજરીનો અનુભવ થાય છે. શાંતિનિકેતનમાં મને રવીન્દ્રનાથ ટાગોરની રિધમનો અનુભવ થયો હતો.’