‘લૉકઅપ’માં તેજ તર્રાર વૉર્ડન બનીને આવશે તેજસ્વી પ્રકાશ

06 May, 2022 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રિયલિટી શોમાં તેનો બૉયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ સામેલ છે

તેજસ્વી પ્રકાશ

કંગના રનોટના ‘લૉકઅપ’માં તેજસ્વી પ્રકાશ તેજ વૉર્ડન બનીને એન્ટ્રી કરવાની છે. આ રિયલિટી શોમાં તેનો બૉયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ સામેલ છે. એવામાં મેકર્સની ઇચ્છા છે કે લોકોને આ બન્નેની રોમૅન્ટિક કેમિસ્ટ્રી દેખાડવામાં આવે જેથી શોમાં મનોરંજનનો ચટાકો જોવા મળે. અલ્ટબાલાજી અને એમએક્સ પ્લેયર પર આ શો દેખાડવામાં આવી રહ્યો છે. આ શોમાં ‘ક્વીન કાર્ડ’ દ્વારા જોડાવાને લઈને તેજસ્વીએ કહ્યું કે ‘‘લૉકઅપ’ શોએ લોકોનાં દિલ જીતી લીધાં છે અને સોશ્યલ મીડિયા પર પહેલા દિવસથી જ આગ લગાવી છે. આ શોમાં પાવરફુલ વૉર્ડન બનીને જવા માટે હું આતુર છું. ’

entertainment news Web Series web series web show