મલ્લિકા શેરાવત કહે છે, હૉલીવુડના સુપરસ્ટાર ટૉમ ક્રૂઝને મારા પર ક્રશ છે

13 August, 2026 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ ટ્રેઇટર્સ’ની બીજી સીઝનના પ્રોમોમાં મલ્લિકા શેરાવતે દાવો કર્યો કે હૉલીવુડ સ્ટાર ટૉમ ક્રૂઝને તેના પર ક્રશ છે. તેણે બંનેએ સાથે પાર્ટી કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો.

મલ્લિકા શેરાવત

પ્રાઇમ વિડિયો પર આજે શરૂ થનારી રિયલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની બીજી સીઝનનો એક પ્રોમો ચર્ચાસ્પદ બન્યો છે. આ પ્રોમોમાં મલ્લિકા શેરાવત એવું કહેતી સંભળાય છે કે હૉલીવુડના સુપરસ્ટાર ટૉમ ક્રૂઝને મારા પર ક્રશ છે. આ શોમાં આદિત્ય કુલશ્રેષ્ઠ નામનો સ્પર્ધક મલ્લિકાને પૂછે છે કે તને કોઈના પર ક્રશ છે કે નહીં. એના જવાબમાં મલ્લિકા કહે છે, ‘સબકો મેરે પે હી આતા હૈ ક્રશ. ટૉમ ક્રૂઝ કો આયા હુઆ હૈ આજકલ. જૂઠ નહીં બોલ રહી, મેરે પાસ ફોન હોતા તો વિડિયોઝ દિખાતી ઉસકે.’મલ્લિકાની આ વાત સાંભળીને તેને પૂછવામાં આવે છે કે તું કેવા વિડિયોની વાત કરી રહી છે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે અમે સાથે પાર્ટી કરી હતી એના વિડિયો. મલ્લિકા શેરાવત ઘણા સમયથી અમેરિકાના લૉસ ઍન્જલસમાં રહે છે.

mallika sherawat tom cruise entertainment news hollywood news bollywood controversies bollywood buzz bollywood movie review bollywood gossips bollywood events bollywood