ધ ફૅમિલી મૅનની ચોથી સીઝન આવવાની જ છે, મનોજ બાજપાઈએ કર્યું કન્ફર્મ

24 November, 2025 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે

`ધ ફૅમિલી મૅન`માં મનોજ બાજપાઈ

હાલમાં મનોજ બાજપાઈને લીડ રોલમાં ચમકાવતી ‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સીઝનના અંત પછી ઘણા ફૅન્સ કન્ફ્યુઝનમાં છે કે આ સિરીઝ પૂરી થઈ ગઈ કે પછી હવે એની ચોથી સીઝનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક યુઝરે મનોજ બાજપાઈને તેને સતાવતો આ સવાલ પૂછી જ લીધો કે મને એટલું તો કહો કે સીઝન ૪ આવશે કે તમે સ્ટોરી અહીં પૂરી કરી દીધી છે? આ સવાલના જવાબમાં મનોજે કહ્યું કે સૌના જવાબ ચોથી સીઝનમાં મળશે, જલદી મળીશું. મનોજના આ જવાબે કન્ફર્મ કરી દીધું છે કે ‘ધ ફૅમિલી મૅન’ની ચોથી સીઝન આવવાની છે.

manoj bajpayee web series prime video entertainment news bollywood bollywood news