‘મૉડર્ન લવ’ની બીજી સીઝન ઑગસ્ટમાં આવશે

07 June, 2021 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍમેઝૉન પ્રાઇમની ઍન્થોલૉજી સિરીઝ ‘મૉડર્ન લવ’ ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ અખબારની આ જ નામની કૉલમથી પ્રેરિત છે

‘મૉડર્ન લવ’નું પોસ્ટર

‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ ન્યુઝપેપરમાં છપાયેલી ‘મૉડર્ન લવ’ નામની કૉલમ પરથી ૨૦૧૯માં ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ ઍન્થોલૉજી સિરીઝ બનાવી છે જેને ઘણી પ્રશંસા મળી છે. સાચી વાર્તાઓ પરથી પ્રેરિત આ સિરીઝનો બીજો ભાગ ઑગસ્ટમાં રિલીઝ થવાનો છે. લવ, રિલેશનશિપ, હ્યુમન કનેક્શનનું એલિમેન્ટ ધરાવતી ‘મૉડર્ન લવ’ પ્રેમની પરિભાષાનું આધુનિક સ્વરૂપ રજૂ કરે છે. આ શોની પહેલી સીઝનમાં આઠ એપિસોડ હતા અને બધા એપિસોડમાં કૉલમ પરથી પ્રેરિત જુદી-જુદી લવ-સ્ટોરી જોવા મળી હતી અને બીજા ભાગમાં પણ ૮ જુદી-જુદી વાર્તા જોવા મળશે.

‘મૉડર્ન લવ’ની પહેલી સીઝનમાં દેવ પટેલ, ઍને હેથવે, ઍન્ડ્રુ સ્કૉટ, ટીના ફેય, ક્રિસ્ટીન મિલોટી, કૅથરિન કિનર સહિતના ઍક્ટર્સ હતા, જ્યારે બીજી સીઝનમાં ‘ગેમ ઑફ થ્રૉન્સ’ ફેમ કિટ હૅરિંગટન, ટોબિયાસ મૅન્ઝીસ, સોફી ઑકોનેડો, ઍના પૅક્વિન, મિલાન રે વગેરે જોવા મળશે. ‘મૉડર્ન લવ’ની પહેલી સીઝનમાં ન્યુ યૉર્કનું બૅકડ્રૉપ હતું, જ્યારે બીજીમાં યુએસએ ઉપરાંત આયરલૅન્ડનું લોકેશન પણ છે. ‘મૉડર્ન લવ 2’નું સ્ટ્રીમિંગ ૧૩ ઑગસ્ટે થવાનું છે.

entertainment news Web Series web series amazon prime