01 October, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘13th’ એક વેબ-સિરીઝ છે
‘13th’ એક વેબ-સિરીઝ છે જે કોઈ પણ ફી લીધા વગર યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને કૉમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરતા મોહિત ત્યાગીના જીવનથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, દિલ્હીના ગ્રૅજ્યુએટ મોહિત ત્યાગીએ કરોડોનો પગાર છોડીને યુટ્યુબ પર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મૅથ્સનાં મફત ટ્યુટોરિયલ્સ આપ્યાં જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં મદદ મળે. મોહિત ત્યાગીની આ સ્ટોરી રિતેશ નામના કૅરૅક્ટર દ્વારા કહેવામાં આવી છે. આ સિરીઝમાં મેન્ટરશિપ અને સ્વપ્નોની વાત છે. ‘13th’ આજથી સોની લિવ પર જોવા મળશે.