આજે આવી ગઈ છે ઇબ્રાહિમ અલી ખાનની સૌપ્રથમ ફિલ્મ

08 March, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખુશી કપૂર સાથેની તેની ફિલ્મ નાદાનિયાં ઉપરાંત બે વેબ-સિરીઝ પણ રિલીઝ થઈ છે OTT પર

નાદાનિયાં, દુપહિયા, ધ વેકિંગ ઑફ અ નેશન

હાલમાં ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર નવી-નવી ફિલ્મો અને વેબ-સિરીઝ દર્શકોને આકર્ષી રહી છે. અહીં નવા-નવા વિષયો સાથેના કન્ટેન્ટ સાથેની વેબ-સિરીઝ અને સીધી આ પ્લૅટફૉર્મ પર જ રિલીઝ થઈ રહેલી ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી છે. આજથી OTT પર બે નવી વેબ-સિરીઝ અને એક ફિલ્મ આવી રહી છે જે આ પ્રમાણે છે :

નાદાનિયાં

OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ

આ ફિલ્મમાં દિલ્હીની એવી યુવતીની વાત છે જે મધ્યમવર્ગના એક છોકરાને તેનો નકલી બૉયફ્રેન્ડ બનાવીને પોતાની કૉલેજમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે. જોકે બહુ જલદી તેમના સંબંધ બગડી જાય છે. આ ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાન, ખુશી કપૂર, મહિમા ચૌધરી, સુનીલ શેટ્ટી, જુગલ હંસરાજ અને દિયા મિર્ઝા છે.

દુપહિયા

OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો

આ હિન્દી વેબ-સિરીઝમાં એવા ગામની વાત છે જે છેલ્લાં ૨૫ વર્ષમાં ગામમાં કોઈ ગુનો ન નોંધાયો હોવાની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે જ ગામમાં એક મોંઘી મોટરબાઇકની ચોરી થાય છે. એ પછી ગામલોકોનું એક જ મિશન હોય છે ચોરાયેલી બાઇકને શોધવાનું. આ વેબ-શોમાં કોમલ કુશવાહા, સ્પર્શ શ્રીવાસ્તવ, ગજરાજ રાવ, રેણુકા શહાણે અને યશપાલ શર્મા મહત્ત્વના રોલમાં છે.

ધ વેકિંગ ઑફ અ નેશન

OTT પ્લૅટફૉર્મ - સોની લિવ

આ વેબ-સિરીઝમાં ૧૯૧૯ની ૧૩ એપ્રિલે બનેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડના ઘટનાક્રમને દર્શાવવામાં આવ્યો છે.

web series sony entertainment television netflix prime video bollywood bollywood news entertainment news