ઓટીટીને લીધે દેશમાં ઘણી ટૅલન્ટ છે એનો થયો હવે અહેસાસ : સિકંદર ખેર

15 October, 2021 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિકંદર ઘણા વેબ-શો અને ફિલ્મોમાં જોવા મળ્યો છે

સિકંદર ખેર

સિકંદર ખેરનું કહેવું છે કે ઓટીટી પ્લૅટફૉર્મ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લોકશાહી તરફ લઈ ગયું છે. સિકંદર ઘણા વેબ-શો અને ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘આર્યા’માં તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં સિકંદરે કહ્યું બકે ‘ઓટીટી પ્લૅટફૉર્મ આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લોકશાહી તરફ લઈ ગયું છે અને એને કારણે આપણે ઘણાં સારાં કન્ટેન્ટ જોયાં છે અને ઍક્ટર્સ પણ લાઇમ લાઇટમાં આવ્યા છે. મેં આ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ કાઢી નાખ્યાં છે અને ઍક્ટર્સની લાઇફમાં જે ઉતાર-ચડાવ આવે છે એને પણ મેં જોઈ લીધા છે. જોકે આ પેન્ડેમિક અને ઓટીટી પ્લૅટફૉર્મના વિકાસને કારણે ફિલ્મમેકર્સને અહેસાસ થયો છે કે ઇન્ડિયામાં ઘણી ટૅલન્ટ છુપાયેલી છે. મને એ વાતની ખૂબ ખુશી છે. આશા રાખું છું કે સ્ટોરી ટેલિંગ અને પર્ફોર્મ કરવાનો સ્કોપ અહીંથી સતત વધતો જાય.’

entertainment news Web Series web series