અર્જુન બિજલાનીની ‘પાર્ટનર’ તરીકે પલક પુર્સ્વનીની એન્ટ્રી

29 June, 2021 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રણયત્રિકોણનો વિષય ધરાવતી નવી વેબ-સિરીઝમાં અર્જુન સાથે કનિકા માન જોવા મળશે

પલક પુર્સ્વની

જાણીતો ટીવી-ઍક્ટર અને ‘સ્ટેટ ઑફ સીજ ઃ ૨૬/૧૧’ વેબ-સિરીઝમાં જોવા મળેલો અર્જુન બિજલાની તેના બીજા વેબ-પ્રોજેક્ટમાં લીડ રોલ કરવાનો છે. આ સિરીઝમાં ઝી ટીવીના શો ‘ગુડ્ડન તુમસે ના હો પાએગા’ ફેમ કનિકા માન પણ જોવા મળશે. અર્જુન સાથે કનિકા પહેલી વખત ઑન-સ્ક્રીન રોમૅન્સ કરવાની છે. આ સિરીઝમાં પ્રણયત્રિકોણનો ઍન્ગલ પણ જોવા મળશે એટલે કે અર્જુન બિજલાની અને કનિકા માન સાથે અન્ય એક ઍક્ટર પૅરૅલલ લીડ રોલ કરશે. આ રોલ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’, ‘દિલ હી તો હૈ 2’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવા ટીવી-શોથી જાણીતી બનેલી પલક પુર્સ્વની કરવાની છે.

પલક આ સિરીઝમાં એક ઑન્ટ્રપ્રનરનો રોલ કરવાની છે. શોની સ્ટોરી મુજબ તે અર્જુન બિજલાનીની બિઝનેસ-પાર્ટનર હોય છે, જે અર્જુનના પ્રેમમાં પડે છે. અર્જુન બિજલાનીએ તાજેતરમાં ‘ખતરોં કે ખિલાડી 11’નું શૂટિંગ પૂરું કર્યું છે એટલે તે સિરીઝનું કામ હવે આગળ ધપાવશે, તો બીજી તરફ કનિકા માન ‘બૅરિસ્ટર બાબુ’માં નહીં જોવા મળે એ સાંભળીને કનિકાના ફૅન નિરાશ થયા હતા.

entertainment news Web Series web series arjun bijlani