‘પંચાયત’ વેબ સિરીઝના ઍકટરને આવ્યો હાર્ટ ઍકેટ, કહ્યું “જીવનને હલકામાં ન લો...”

16 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`મિર્ઝાપુર`, `પાતાલ લોક` અને ઘણી પ્રખ્યાત વેબ સિરીઝમાં તેના દમદાર અભિનય માટે પ્રખ્યાત, આસિફે તેની બહુમુખી અભિનય કુશળતાથી એક વિશાળ ફૅન ફોલોવિંગ મેળવી છે. આસિફ ખાન તાજેતરમાં `ધ ભૂતની` અને `કાકુડા` આ બૉલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

આસિફ ખાન અને તેણે પોસ્ટ કરેલી સ્ટોરી (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

`પંચાયત` વેબ સિરીઝથી લોકો વચ્ચે પ્રખ્યાત બનેલા અભિનેતા આસિફ ખાનને સોમવારે રાત્રે હૃદયરોગનો હુમલો (હાર્ટ ઍટેક) આવ્યો, જેનાથી તેના ચાહકો અને મનોરંજન જગત આઘાતમાં મુકાઈ ગયું છે. આ ઘટના અણધારી બની હતી, પરંતુ અભિનેતાને તાત્કાલિક સારવાર માટે સમયસર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતા. જોકે, હવે તેની તબિયતમાં સુધારો થયો છે.

`પંચાયત` સિરીઝથી પ્રખ્યાત થયેલા અભિનેતા આસિફ ખાનને સોમવારે અચાનક હાર્ટ ઍટેક આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સદનસીબે, તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલ અનુસાર, `આસિફ ખાનની હાલત હવે સ્થિર છે, તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તરત જ સારવાર મળતા તેના પર સારી અસર થઈ રહી છે.`

આસિફ ખાને સોશિયલ મીડિયા પર શૅર કરી પોસ્ટ

સાજા થયા પછી તરત જ, આસિફ ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પણ શૅર કર્યો જેમાં તેણે જીવનને હળવાશથી ન લેવા અને દરેક ક્ષણનો આનંદ માણવાની વાત કરી. તેણે લખ્યું, “છેલ્લા 36 કલાકથી આ જોયા પછી, મને ખ્યાલ આવ્યો છે. જીવન ટૂંકું છે, એક પણ દિવસને હળવાશથી ન લો, બધું જ એક ક્ષણમાં બદલાઈ શકે છે, તમારી પાસે જે છે અને તમે કોણ છો તેના માટે આભારી બનો. યાદ રાખો કે તમારા માટે કોણ વધુ મહત્વપૂર્ણ છે અને હંમેશા તેમની કદર કરો. જીવન એક ભેટ છે, અને આપણે ધન્ય છીએ.”

આસિફ ખાનની વેબ સિરીઝ

`મિર્ઝાપુર`, `પાતાલ લોક` અને ઘણી પ્રખ્યાત વેબ સિરીઝમાં તેના દમદાર અભિનય માટે પ્રખ્યાત, આસિફે તેની બહુમુખી અભિનય કુશળતાથી એક વિશાળ ફૅન ફોલોવિંગ મેળવી છે. આસિફ ખાન તાજેતરમાં `ધ ભૂતની` અને `કાકુડા` આ બૉલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

અભિનેતા ડૉકટરોની દેખરેખ હેઠળ રહેશે

જોકે આસિફ થોડા વધુ દિવસો ડૉકટરોની દેખરેખ હેઠળ રહેવાની અપેક્ષા છે, આ સકારાત્મક સમાચાર તેના સ્વાસ્થ્ય વિશે ચિંતિત ફૅન્સ માટે રાહત છે.

તાજેતરમાં જ રિલીઝ થઈ હતી પંચાયત સિઝન 4

જીતેન્દ્ર કુમાર (Jitendra Kumar), નીના ગુપ્તા (Neena Gupta) અને રઘુબીર યાદવ (Raghubir Yadav) સ્ટારર આ સિરીઝની આગામી સિઝન, ‘પંચાયત ૪’ ફુલેરા ગામની મજેદાર વાર્તાને આગળ લઈ જાય છે. સિરીઝ માટે ચાહકોની આતુરતાને જોઈને મેકર્સ દ્વારા તેને વહેલી રિલીઝ કરવામાં આવી હતી. ‘પંચાયત ૪’ પહેલા ૨ જુલાઈ ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ ચાહકોની માગને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ તેને વહેલા રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિરીઝની નવી સિઝન ૨૪ જૂન ૨૦૨૫ના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

panchayat heart attack web series entertainment news social media instagram