થૅન્ક ગૉડ

29 April, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મૈં હીરો બોલ રહા હૂં’ને મળેલા પ્રતિસાદ પછી વેબસિરીઝમાં નવાબનું પાત્ર કરનારો પાર્થ સમથાન ખુશ છે

પાર્થ સમથાન

અલ્ટ-બાલાજી અને ઝી-ફાઇવ પર રિલીઝ થયેલી ‘મૈં હીરો બોલ રહા હૂં’માં નવાબનું લીડ કૅરૅક્ટર કરનારો પાર્થ સમથાન આજકાલ બહુ ખુશ છે. પાર્થની આ ખુશી વાજબી છે. નસીબજોગે તેની વેબસિરીઝ જબરદસ્ત હિટ થઈ છે.

પાર્થ કહે છે, ‘સાવ સાચું કહું તો મને ટેન્શન હતું કે લોકો ગૅન્ગસ્ટરના આ કૅરૅક્ટરમાં મને સ્વીકારશે કે નહીં. મેં આજ સુધી ચૉકલેટી બૉયફ્રેન્ડ, આદર્શ દીકરો અને આઇડિયલ હસબન્ડનું જ કૅરૅક્ટર કર્યું છે મને હતું કે ગૅન્ગસ્ટર તરીકે કદાચ લોકો મારું આ કૅરૅક્ટર ન પણ સ્વીકારે. લોકોને એ ખૂબ ગમ્યું છે અને એ વાતની મને ખુશી છે.’

નવાબનું આ કૅરૅક્ટર અબુ સાલેમ પરથી બનાવવામાં આવ્યું છે. જોકે પાર્થ એ વાત સ્વીકારવા રાજી નથી. પાર્થ કહે છે, ‘નેવુંના દશકની આ એક કાલ્પનિક સ્ટોરી છે જેમાં એક ગૅન્ગસ્ટર અને એક હિરોઇનના પ્રેમની વાત છે.’

entertainment news Web Series web series alt balaji zee5