Decoupled: માધવનને જ્યારે કસરત કરતાં અટકાવ્યો, અભિનેતાએ શરૂ કર્યો ગાયત્રી મંત્ર

22 December, 2021 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વીડિયો ક્લિપમાં આર માધવન દિલ્હી ઍરપૉર્ટ પર એક્સરસાઇઝ કરે છે તો ત્યાં પહેલાથી નમાજ પઢતો માણસ તેને અટકાવે છે. આ અંગે આર માધવને જે કર્યું તેણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું.

આર. માધવન (ફાઇલ તસવીર)

આર માધવન (R. Madhvan) અને સુરવીન ચાવલા (Surveen Chawla)ની નવી વેબ સીરીઝ `ડીકપલ્ડ` (Decoupled)હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ નેટફ્લિક્સ પર આવેલી આ વેબસીરીઝની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો ક્લિપમાં આર માધવન દિલ્હી ઍરપૉર્ટ પર એક્સરસાઇઝ કરે છે તો ત્યાં પહેલાથી નમાજ પઢતો માણસ તેને અટકાવે છે. આ અંગે આર માધવને જે કર્યું તેણે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું.

વીડિયો ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે આર માધવન દિલ્હી ઍરપૉર્ટના એક પ્રાર્થના ભવનમાં જાય છે અને એક્સરસાઇઝ કરવા માંડે છે. જ્યાં પહેલાથી જ એક વ્યક્તિ નમાજ પઢતો હોય છે. નમાજ પઢનાર વ્યક્તિ આર માધવનને એક્સરસાઇઝ કરવાની ના પાડે છે. આર માધવન કહે છે કે તેની ડોકમાં દુઃખાવો છે. આ અંગે નમાજ પઢતો શખ્સ કહે છે કે તે પ્રાર્થના કક્ષમાં એક્સરસાઇઝ ન કરી શકે.

વીડિયો ક્લિપમાં આગળ બતાવવામાં આવ્યું છે કે નમાજ અદા કરનાર વ્યક્તિ ઍરપૉર્ટના કર્મચારીની ફરિયાદ કરે છે. આ અંગે કર્મચારી આર માધવનને કહે છે કે તેને અહીં વ્યાયામ કરવાની પરવાનગી નથી, કારણકે આ રૂમ પ્રાર્થના કરવા માટે છે. ત્યાર બાદ માધવન ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા એક્સરસાઇઝ કરવા માંડે છે. નમાજ અદા કરનાર વ્યક્તિ તેને જોઇને ચોંકી ઉઠે છે.

17 ડિસેમ્બરના નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સીરિઝ `ડીકપલ્ડ`ની સ્ટોરી ગુડગાંવના એક એવા દંપતિની છે, જે આ નિર્ણય સુધી પહોંચવા માટે ઘણી મથામણો કરી રહ્યા છે કે તેમણે એક સાથે રહેવું જોઇએ કે સંબંધ તોડી દેવા જોઇએ. વેબસીરિઝનું નિર્માણ `બૉમ્બે ફેબલ્સ` અને `આંદોલન ફિલ્મ્સ`ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. હાર્દિક મેહતાના ડિરેક્શનમાં બનેલી આ વેબસીરિઝમાં આર માધવન એક નવલકથા લેખક આર્ય અય્યર અને સુરવીન ચાવલા તેમની પત્ની તેમજ સીઇઓ શ્રુતિ અય્યરના પાત્રમાં છે.

Web Series r. madhavan entertainment news bollywood news bollywood bollywood events