‘રુદ્ર’માં હવે રાશિ ખન્ના અને અતુલ કુલકર્ણીની એન્ટ્રી

27 July, 2021 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ એક અદ્ભુત સિરીઝ છે અને ઇન્ડિયામાં કૉપ ડ્રામામાં એ એક ગજબનો બદલાવ લઈને આવશે.

અતુલ કુલકર્ણી

અજય દેવગનની ‘રુદ્ર’માં હવે રાશિ ખન્ના અને અતુલ કુલકર્ણીની પણ એન્ટ્રી થઈ છે. અજય દેવગન ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ દ્વારા તેનો ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં તેની સાથે રાશિ અને અતુલની એન્ટ્રી પણ થઈ છે. બ્રિટિશ શો ‘લુથર’ની હિન્દી રીમેકને રાજેશ માપુસકર ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે રાશિએ કહ્યું હતું કે ‘હું ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’માં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. ઍક્ટરને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કોઈ પાત્ર માટે કામ કરવા માટે ખરેખર ચૅલેન્જ મળે એવાં ઘણાં ઓછાં પાત્રો હોય છે અને ‘રુદ્ર’ દ્વારા મને એ તક મળી છે. આ શોને લઈને હું ખૂબ જ ખુશ છું. અજય દેવગન, ઈશા દેઓલ અને અતુલ કુલકર્ણી જેવા ઍક્ટર્સ સાથે સેટ પર કામ કરવા માટે હું આતુર છું.’

આ વિશે અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે ‘ડિજિટલ કન્ટેન્ટ ખૂબ જ અદ્ભુત છે અને એને કારણે સ્ટોરી ટેલિંગની આર્ટમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ એક અદ્ભુત સિરીઝ છે અને ઇન્ડિયામાં કૉપ ડ્રામામાં એ એક ગજબનો બદલાવ લઈને આવશે. રાજેશ માપુસકરર એને ડિરેક્ટ કરી રહ્યો હોવાથી આ થ્રિલરમાં કામ કરવું અદ્ભુત રહેશે. આ શોમાં ખૂબ જ સારા-સારા ઍક્ટર્સ છે અને તેમની સાથે શૂટિંગ કરવા માટે હું આતુર છું.’

 

atul kulkarni ajay devgn Web Series