રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ લઈને આવશે ડિજિટલ કન્ટેન્ટ્સ

15 October, 2021 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂરજ સિંહ સાથે મળીને તેઓ વેબ-શો, ફિલ્મો અને એન્ટરટેઇનમેન્ટ શો પર કામ કરી રહ્યાં છે

રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ

રેમો ડિસોઝા, તેની વાઇફ લિઝેલ અને સૂરજ સિંહ સાથે મળીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર પ્રોડ્યુસ કરશે અનોકી કન્ટેન્ટ. તેઓ અનેક પ્રોજેક્ટ લઈને આવવાનાં છે. એમાં વેબ-શો, ફિલ્મો અને મનોરંજક શોઝ પણ રહેશે. આ નવી ભાગીદારી વિશે રેમોએ કહ્યું હતું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મ મનોરંજન માટે મોકળું સ્થાન છે. લૉકડાઉન દરમ્યાન મેં અને લિઝેલે કેટલીય કન્ટેન્ટ જોઈ હતી. અમને વિચાર આવ્યો કે અમારી પાસે વેબ માટે ગ્રેટ કન્ટેન્ટ છે. સૂરજ અને હું એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. અમે જ્યારે એ વિશે તેની સાથે ચર્ચા કરી તો અમને અહેસાસ થયો કે અમારું વિઝન એકસમાન છે અને તરત જ આ ભાગીદારી માટે તૈયાર થઈ ગયા. અમારી પાસે વિવિધતાથી ભરેલા કન્સેપ્ટ્સ છે એના પર અમે કામ કરી રહ્યા છીએ. અમે થોડા સમય બાદ એની જાહેરાત કરીશું.’

ત્રણેયનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રેમોએ કૅપ્શન આપી હતી કે ‘આખરે આ થઈ ગયું. સૂરજ સિંહ સાથે અમારી ભાગીદારીની જાહેરાત કરવા માટે ખુશ છીએ. અમે આકર્ષક કન્ટેન્ટ સાથે ડિજિટલની દુનિયામાં પ્રવેશ કરી રહ્યાં છીએ. વધુ માહિતી માટે અહીં જોતા રહો.’

Web Series web series entertainment news