અન્ય ભાષાઓના પ્રોજેક્ટમાં કામ કરવા માટે તૈયાર છે સમન્થા અક્કિનેની

28 August, 2021 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની હાલમાં જ રિલીઝ થયેલી  ‘ધ ફૅમિલી મૅન 2’ ને ખૂબ સફળતા મળી છે. આ સિરીઝમાં તે રાજી નામના પાત્રમાં જોવા મળી હતી

સમન્થા અક્કિનેની

સમન્થા અક્કિનેની હવે બૉલીવુડની સાથે જ અન્ય ભાષાઓના પ્રોજેક્ટમાં કામ કરવાની ઇચ્છા છે. તેની હાલમાં જ રિલીઝ થયેલી  ‘ધ ફૅમિલી મૅન 2’ ને ખૂબ સફળતા મળી છે. આ સિરીઝમાં તે રાજી નામના પાત્રમાં જોવા મળી હતી. તેની સાથે મનોજ બાજપાઈ પણ લીડ રોલમાં હતો. લોકોએ તેના પાત્રની ખૂબ પ્રશંસા કરી છે. આ વેબ-સિરીઝ માટે સમન્થાને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં બેસ્ટ પર્ફોર્મન્સનો અવૉર્ડ પણ મળ્યો છે. આ અગાઉ તેણે આવું પાત્ર કદી નહોતું ભજવ્યું. સિરીઝનું શૂટિંગ શરૂ થવાનું હતું એ પહેલાં તે ખૂબ જ નર્વસ રહેતી હતી. તેને મળેલા પ્રેમથી શું તે બૉલીવુડમાં પ્રવેશ કરવા માટે ઉત્સાહી છે? એનો જવાબ આપતાં સમન્થાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘ધ ફૅમિલી મૅન 2’ કર્યો ત્યારે મને જરા પણ અંદાજ નહોતો કે શો કેવો બનવાનો છે. જોકે હવે નૉર્થના લોકો પણ મારા કામને પસંદ કરે છે અને એની પ્રશંસા કરે છે તો હા, હું કામ કરવા માટે તૈયાર છું. સાથે જ અન્ય ભાષાઓના પ્રોજેક્ટ્સમાં પણ કામ કરવાની મારી ઇચ્છા છે. રીજનલ સિનેમામાં જ ગૂંથાઈને રહેવા કરતાં હા, હું નવા આઇડિયાને આવકારું છું.

 

entertainment news Web Series