IMDBની ઑલટાઇમ ફેવરિટ વેબ-સિરીઝમાં ઇન્ડિયાની એકમાત્ર વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992’

07 June, 2021 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટર પ્રતીક ગાંધી કહે છે, ‘હર્ષદ મહેતાને સ્ક્રીન પર લઈ આવવાનું કામ જરા પણ ઈઝી નહોતું’

પ્રતીક ગાંધી

દુનિયાભરની ઑલટાઇમ ફેવરિટ વેબ-સિરીઝનું લિસ્ટ IMDB વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું, જેમાં ઇન્ડિયાની એકમાત્ર વેબ-સિરીઝનો સમાવેશ થયો છે અને એ છે હર્ષદ મહેતાની લાઇફ પર બનેલી વેબ-સિરીઝનું ‘સ્કૅમ 1992 - ધી હર્ષદ મહેતા સ્ટોરી’. આ વેબ-સિરીઝમાં હર્ષદ મહેતાનું કૅરૅક્ટર કરનાર ઍક્ટર પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘હર્ષદ મહેતા એક એવો પબ્લિક ફેસ હતો જેને સ્ક્રીન પર લાવવાનું કામ જરા પણ ઈઝી નહોતું અને એટલે જ અમે ધ્યાન રાખ્યું હતું કે હર્ષદ મહેતાને મિમિક નથી કરવા, પણ આપણા એક હર્ષદ મહેતાને સ્ક્રીન પર લઈ આવવા છે.’

IMDBના ઑલટાઇમ ફેવરિટ વેબ-સિરીઝમાં ‘સ્કૅમ 1992’ને ૧૮મું સ્થાન મળ્યું છે.

પચીસ વેબ-સિરીઝના આ લિસ્ટમાં ‘સ્કૅમ 1992’ સિવાય એક પણ ઇન્ડિયન વેબ-સિરીઝને સ્થાન આપવામાં નથી આવ્યું. ‘સ્કૅમ 1992’ને 9.1નું રેટિંગ આપવામાં આવ્યું છે, જે ઇન્ડિયાની કોઈ વેબ-સિરીઝમાં હાઇએસ્ટ છે.

entertainment news Web Series web series Pratik Gandhi