28 September, 2025 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની પહેલી વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે
આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની પહેલી વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે અને એ ચર્ચામાં છે. આ શોમાં જરજ સક્સેનાનો રોલ ભજવનાર રજત બેદીએ ખુલાસો કર્યો છે કે આ શોની બીજી સીઝન પણ આવવાની છે.
રજત ઘણાં વર્ષોથી સ્ક્રીનથી દૂર હતો અને તેણે આ શો દ્વારા ધમાકેદાર કમબૅક કર્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં રજતે જણાવ્યું હતું કે ‘હવે ‘The Ba***ds of Bollywood’ની બીજી સીઝન બની રહી છે અને એના પર કામ ચાલી રહ્યું છે. હું આશા રાખું છું કે દર્શકો બીજી સીઝનમાં મને વધુ જોશે.’
‘The Ba***ds of Bollywood’માં લક્ષ્ય લાલવાણી, સહેર બાંબા, આન્યા સિંહ, રાઘવ જુયાલ, બૉબી દેઓલ, કરણ જોહર, મોના સિંહ, ગૌતમી કપૂર, મનીષ ચૌરસિયા અને મનોજ પાહવા મહત્ત્વના રોલમાં છે. એ સિવાય શાહરુખ ખાન, રણવીર સિંહ, ઇમરાન હાશ્મી સહિત અનેક સેલિબ્રિટીના કૅમિયો છે.