14 July, 2021 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીયા પિલગાંવકર
શ્રિયા પિલગાંવકરે ‘ધ ગોન ગેમ 2’નું શૂટિંગ ગઈ કાલથી શરૂ કર્યું હતું. પહેલી સીઝનમાં સુહાની ગુજરાલનું પાત્ર ભજવનાર શ્રિયાએ તેના પાત્રમાં ઘણા શેડ્સ દેખાડ્યા હતા. આ વિશે
શ્રિયાએ કહ્યું હતું કે ‘લૉકડાઉન બાદ કામ શરૂ કરવાની મને ખુશી છે. હું વૅક્સિનેટેડ છું. સેટ પર પણ હું કમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી છું. દરેકની સેફ્ટી માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમે પહેલી સીઝનને રિમોટલી શૂટ કરી હતી, પરંતુ હવે નિયમો થોડા હળવા થયા હોવાથી અમે સેટ પર શૂટિંગ કરી રહ્યા છીએ. પહેલી સીઝન માટે અમને ખૂબ જ પ્રેમ મળ્યો હતો. બીજી સીઝનને પણ લોકો પસંદ કરે એવી આશા છે.’