‘સ્ટેટ ઑફ સીજ - ધી ટેમ્પલ અટૅક’નું રિસર્ચવર્ક ચાલ્યું નવ મહિના

09 July, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધીનગરમાં અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે ઝી-ફાઇવની આ ફિલ્મ

ગાંધીનગરના અક્ષરધામ પર થયેલા હુમલાની વાત આ પ્રોડક્શનમાં

૨૦૦૨ની ૨૪ નવેમ્બરે ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૨૭ લોકોનાં મોત થયાં હતાં અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા. ઑલમોસ્ટ ૨૦ કલાક ચાલેલા આ અટૅકને ખાળવા માટે અંદર ગયેલી નૅશનલ સિક્યૉરિટી ગાર્ડની ટીમ માટે આ ઑપરેશન એટલે વધારે અઘરું હતું કે ક્યાંય પણ ધાર્મિક આસ્થાને નુકસાન ન પહોંચે કે એનો અનાદર ન થાય. આ જ વિષય પર આધારિત ઝી-ફાઇવની ફિલ્મ ‘સ્ટેટ ઑફ સીજ - ધી ટેમ્પલ અટૅક’માં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડની ટીમની આગેવાની લેવાનું કામ અક્ષય ખન્નાને સોંપવામાં આવે છે, જેની સાથે વિવેક દહિયા છે.

ડિરેક્ટર કેન ઘોષે કહ્યું કે ‘આ એક એવી સત્યઘટના છે જેના વિશે ક્યારેય કોઈ વાત થઈ નહીં, કેવી રીતે એ આખું ઑપરેશન પાર પાડવામાં આવ્યું અને શું કારણ હતું કે આતંકવાદીઓ એક મંદિરમાં ઘૂસ્યા એની વાત અમે કરી છે. વાતની ઑથેન્ટિસિટી માટે અમે કન્સલ્ટન્ટ તરીકે આર્મીના જ ઑફિસરને બોર્ડ પર પણ રાખ્યા હતા, જેમણે અમને સતત ઑપરેશન દરમ્યાનની ટિપ્સ આપી હતી.’

અક્ષય ખન્નાએ ઑલમોસ્ટ ૨૦ વર્ષ પછી ફરીથી એક વાર ફૌજીનું કૅરૅક્ટર આ ફિલ્મમાં કર્યું છે.

entertainment news Web Series