આજથી The Ba***ds of Bollywoodનું અને આવતી કાલથી ધ ટ્રાયલ સીઝન 2નું OTT પર સ્ટ્રીમિંગ

18 September, 2025 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

The Ba***ds of Bollywood આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે

The Ba***ds of Bollywoodથી આર્યન ખાન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે

The Ba***ds of Bollywood

આ વેબ-સિરીઝથી શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ સિરીઝની વાર્તા બૉલીવુડમાં ઇનસાઇડર-આઉટસાઇડરની લડાઈ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં આસમાન સિંહ (લક્ષ્ય લાલવાણી) છે જે નાના શહેરમાંથી આવેલો આઉટસાઇડર છે. તેણે હિન્દી સિનેમાની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું છે. આસમાન સિંહ પોતાના વફાદાર મિત્ર પરવેઝ (રાઘવ જુયાલ) અને મૅનેજર (અન્યા સિંહ) સાથે આ ગળાકાપ સ્પર્ધાની દુનિયામાં ઊતરે છે. આ સિરીઝમાં સહર બામ્બા અને બૉબી દેઓલનો પણ મહત્ત્વનો રોલ છે. આ સિરીઝમાં શાહરુખ ખાનની સાથે સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ અને અન્ય ઘણા સ્ટાર્સે કૅમિયો કર્યો છે. આ વેબ-સિરીઝ આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે.

ધ ટ્રાયલ સીઝન 2

‘ધ ટ્રાયલ સીઝન 2’માં એક કોર્ટરૂમ ડ્રામા છે જેમાં કાજોલ વકીલ નોયોનિકા સેનગુપ્તા બનીને પાછી ફરી રહી છે. આ વખતે તેને વ્યક્તિગત અને વ્યાવસાયિક બન્ને મોરચે નવા અને ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પતિ રાજીવ સેનગુપ્તા (જિશુ સેનગુપ્તા) હવે રાજકારણમાં ફસાયેલો છે અને નોયોનિકાને મોટા કાનૂની કેસો, દગો અને અત્યંત નાજુક પારિવારિક ઝઘડાઓ સાથે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સિરીઝના કલાકારોમાં કુબ્રા સૈત, અલી ખાન, ગૌરવ પાંડે, શીબા ચઢ્ઢા, સોનાલી કુલકર્ણી અને કરણવીર શર્મા પણ છે. આ સિરીઝ આવતી કાલથી જિયોહૉટસ્ટાર પર જોવા મળશે.

web series netflix jio hotstar aryan khan Shah Rukh Khan Salman Khan aamir khan ranveer singh