‘ફૅમિલી મૅન’ની બીજી સીઝનને બૅન કરવા તામિલનાડુ સરકારની માગણી

26 May, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં ઇલમ તામિલ્સને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાની તેમણે વાત મૂકી છે

‘ફૅમિલી મૅન’નો સીન

તામિલનાડુ મિનિસ્ટર ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મનોજ થંગરાજે ‘ફૅમિલી મૅન’ની બીજી સીઝનને બૅન કરવા માટે યુનિયન મિનિસ્ટર ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ પ્રકાશ જાવડેકરને લેટર લખ્યો છે. તેમણે આ શોના સ્ટ્રીમિંગને તરત અટકાવવા માટે પગલાં લેવાની વાત કરી છે. આ શોમાં ઇલમ તામિલ્સને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાની તેમણે વાત મૂકી છે. તેમનું કહેવું છે કે મનોજ બાજપાઈ અને સમન્થા અકિનેનીની આ સિરીઝે લોકોને દુઃખ પહોંચાડવાની સાથે તામિલનાડુના લોકોની પણ લાગણીને દુભાવી છે. એમડીએમકે લીડર વાઇકોએ રવિવારે પ્રકાશ જાવડેકર અને તામિલનાડુના ચીફ મિનિસ્ટર એમ. કે. સ્ટાલિનને પણ વિનંતી કરી હતી કે આ શોને બૅન કરવામાં આવે.

શોને બૅન કરવાની વાત ચાલતાં મેકર્સ દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ

ટ્રેલરમાં કેટલાંક દૃશ્યોને જોઈને શો માટે ધારણા બનાવવામાં આવી છે. અમારી કાસ્ટ અને શોના મહત્ત્વના મેમ્બર્સની સાથે ક્રીએટિવ ટીમ્સના મેમ્બર્સ પણ તામિલ છે. તામિલ અને તામિલ કલ્ચર માટે અમે ખૂબ જ સેન્ટિમેન્ટલ છીએ તેમ જ તામિલના લોકો માટે પ્રેમ અને રિસ્પેક્ટ છે. આ શો બનાવવામાં અમે ખૂબ જ મહેનત કરી છે. પહેલી સીઝનમાં અમે જે રીતે દર્શકો માટે સેન્સિટિવ, બૅલૅન્સ્ડ અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવ્યા હતા એ જ રીતે બીજી સીઝન માટે પણ અમે એમાં અમારા પ્રાણ પૂર્યા છે. અમે દરેકને વિનંતી કરીએ છે કે શો રિલીઝ થાય ત્યારે તમે પહેલાં એને જુઓ. અમને ખાતરી છે કે તમે એને જોશો ત્યારે અમારાં વખાણ કરશો.

entertainment news Web Series web series