થૅન્ક ગૉડ, લોકો રોલ રિજેક્ટ કરે છે

05 July, 2021 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવો હાશકારો તાપસી પન્નુને ત્યારથી થાય છે જ્યારથી તેને ખબર પડી છે કે ‘હસીન દિલરુબા’ તેને ઑફર થઈ એ પહેલાં ઑલરેડી ત્રણ ઍક્ટ્રેસને ઑફર થઈ ચૂકી હતી

તાપસી પન્નૂ

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘હસીન દિલરુબા’માં તાપસીનાં વખાણ થઈ રહ્યાં છે, પણ એ વખાણ વચ્ચે એવી વાત આવી છે કે ડિરેક્ટરની એ પહેલી પસંદગી નહોતી, અગાઉ ઑલરેડી ત્રણ ઍક્ટ્રેસને એ રોલ ઑફર થયો હતો, જેમણે ના પાડી દીધી એટલે એ રોલ તાપસી પાસે આવ્યો હતો. તાપસી કહે છે, ‘હું તો એ ત્રણેત્રણનો આભાર માનું છું અને ઇચ્છું છું કે ભવિષ્યમાં પણ તેમની પાસે મારા રોલ જાય, તેઓ ના પાડે અને પછી ફાઇનલી મને લેવામાં આવે અને એ રોલનાં આટલાં વખાણ થાય.’
‘હસીન દિલરુબા’ સસ્પેન્સ-ક્રાઇમ ફિલ્મ છે. પતિ સાથે પ્રેમ ન થતાં પતિના ભાઈ સાથે છોકરીને પ્રેમ થાય છે અને એ દરમ્યાન પતિનું મોત થતાં ઇન્ક્વાયરી શરૂ થાય છે, જેમાં વાઇફ અને તેનો ભાઈ બન્ને પર પૂરતી શંકા હોય છે.

television news Web Series taapsee pannu bollywood news entertainment news