હવે ખૂલશે શીના મર્ડર કેસના દરેક પાના, ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીનું ટ્રેલર રિલીઝ

12 February, 2024 09:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇન્દ્રાણી મુખર્જી આગામી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી સિરીઝ `ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ`માં શીના બોરા હત્યા કેસ વિશે વિગતો શેર કરવા માટે તૈયાર છે.

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

The Indrani Mukerjea Story: વર્ષ 2015માં તેની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ઇન્દ્રાણી મુખર્જી આગામી નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટરી સિરીઝ `ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ`માં શીના બોરા હત્યા કેસ વિશે વિગતો શેર કરવા માટે તૈયાર છે. સીરિઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ટ્રેલરે દર્શકોનો ઉત્સાહ વધાર્યો

નેટફ્લિક્સે આગામી ડોક્યુમેન્ટ્રી,"ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ"નું ટ્રેલર રિલીઝ કરીને પણ ઉત્સાહ વધાર્યો છે. ઉરજ બહલ અને શના લેવી દ્વારા દિગ્દર્શિત આ વેબ સીરિઝના ચાર એપિસોડ છે, જેમાં હાઇ-પ્રોફાઇલ શીના બોરા કેસની જટિલતાઓની તપાસ અંગેની વાત છે. યુએસ સ્થિત મેકમેક અને ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા આ વેબ સીરિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું પ્રીમિયર 23 ફેબ્રુઆરીએ થશે.

સિરીઝ શીના મર્ડર કેસનું રહસ્ય ખોલશે

વેબ સીરિઝ ઈન્દ્રાણી મુખર્જીના સંસ્મરણો `અનબ્રોકન: ધ અનટોલ્ડ સ્ટોરી` પર આધારિત છે, જે 2023માં પ્રકાશિત થઈ હતી. તેમના પુસ્તકમાં ભૂતપૂર્વ મીડિયા વ્યક્તિત્વ ઈન્દ્રાણી મુખર્જી તેમના સમગ્ર જીવન વિશે વાત કરે છે, જેમાં તેણીએ જેલમાં વિતાવેલા છ વર્ષનો સમાવેશ થાય છે. હાલ તે જામીન પર બહાર છે. ડૉક્યુમેન્ટરીમાં શીના બોરાની સનસનાટીભરી હત્યા અને ત્યાર બાદ 2015માં શીનાની માતા ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડના રહસ્યો ખૂલશે આ વેબ સ્ટોરીમાં, જેમણે અગાઉ મીડિયા ટાયકૂન પીટર મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.

સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે

ચોંકાવનારા ટ્વિસ્ટ સાથે આ ડૉક્યુમેન્ટ્રી સનસનાટીભર્યા કૌટુંબિક રહસ્યો, ઊંડા સંબંધો, દફનાવવામાં આવેલા રહસ્યો અને લાખોની રકમોને ઉજાગર કરે છે. `ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બ્રીડ ટ્રુથ` એ કુખ્યાત કેસને રજૂ કરે છે જે વર્ષોથી સમાચારમાં છે અને હજુ પણ ચર્ચામાં છે. ડૉક્યુમેન્ટ્રી વાર્તાની બંને બાજુઓ રજૂ કરે છે. ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: બ્રીડ ટ્રુથમાં મુખર્જી પોતે તેમજ તેમના પરિવારજનો, વકીલો અને પીઢ પત્રકારો કે જેમણે આ કેસનો પર્દાફાશ કર્યો હતો તેમના ઈન્ટરવ્યુનો સમાવેશ થશે.

indrani mukerjea sheena bora case Web Series netflix entertainment news