‘ઇનસાઇડ એજ’ની ત્રીજી સીઝનમાં વધુ ક્રિકેટ અને વધુ ડ્રામા હશે

22 June, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક ઑબેરૉય, રિચા ચઢ્ઢા, અંગદ બેદી, તનુજ વિરવાણી, અક્ષય ઑબેરૉય, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા ઍક્ટર્સનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

‘ઇનસાઇડ એજ’ની ત્રીજી સીઝનમાં વધુ ક્રિકેટ અને વધુ ડ્રામા હશે

‘ઇનસાઇડ એજ’ની ત્રીજી સીઝનમાં વધુ ક્રિકેટ અને વધુ ડ્રામા હશે એની વિવેક ઑબેરૉય દ્વારા ખાતરી આપવામાં આવી છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સીઝન ઇન્ડિયાની બિગ બજેટ પ્રોડક્શન હાઉસની વેબ-સિરીઝમાં સૌથી શરૂઆતમાં આવેલી સિરીઝમાંની એક છે. વિવેક ઑબેરૉય, રિચા ચઢ્ઢા, અંગદ બેદી, તનુજ વિરવાણી, અક્ષય ઑબેરૉય, સયાની ગુપ્તા અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા ઍક્ટર્સનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શોની જાહેરાત કરવામાં આવી છે કે એ બહુ જલદી ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે. આ વિશે વિવેક ઑબેરૉયે ટ્વીટ કર્યું હતું કે ‘વધુ ક્રિકેટ, વધુ ડ્રામા અને વધુ એન્ટરટેઇનમેન્ટ લઈને આવી રહ્યા છીએ. ‘ઇનસાઇડ એજ’ની ત્રીજી સીઝન બહુ જલદી રિલીઝ થશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news