09 August, 2025 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલાકાર પોસ્ટર
‘સલાકાર’ વેબ-સિરીઝની વાર્તા ૧૯૭૮ અને ૨૦૨૫ની બે ટાઇમલાઇનમાં ચાલે છે. આ એક જાસૂસી થ્રિલર સિરીઝ છે. આ સિરીઝમાં અધીર એક ગુપ્ત એજન્ટ છે જેણે શીત યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને નિષ્ફળ બનાવવામાં દેશની મદદ કરી હતી. અધીર હવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર છે. દેશની સુરક્ષા પર ફરીથી ખતરો ઘેરાઈ રહ્યો છે. રાજનીતિમાં તનાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં અધીરે તેના ભૂતકાળના વણઉકેલ્યા ખતરાઓનો પણ સામનો કરવો પડશે. આ સિરીઝમાં અધીરની ભૂમિકામાં નવીન કસ્તુરિયા જોવા મળશે. આ સિવાય એમાં મૌની રૉય, મુકેશ રિશી જેવા કલાકારો છે. ‘સલાકાર’ વેબ-સિરીઝ જિયો હૉટસ્ટાર પર આજથી રિલીઝ થવાની છે.