‘હ્યુમન’ આજના સમય માટે બહુ જરૂરી

28 July, 2021 01:22 PM IST  |  Mumbai | Rashmin Shah

વિપુલ અમૃતલાલ શાહની પહેલી વેબ-સિરીઝ ડ્રગ્સ ટેસ્ટિંગ પર આધારિત છે

‘હ્યુમન’નું શૂટિંગ ચાલુ

‘દિલ્હી ક્રાઇમ’ની અદ્ભુત સક્સેસ પછી શેફાલી શાહે ઉતાવળમાં કોઈ વેબ-સિરીઝ સાઇન ન કરતાં લોકોને આશ્ચર્ય થયું હતું, પણ હવે એ અચરજનો જવાબ મળી ગયો છે. શેફાલીએ હસબન્ડ અને ડિરેક્ટર વિપુલ શાહની પહેલી વેબ-સિરીઝ ‘હ્યુમન’ માટે ૭ મહિના આપ્યા અને હવે એ ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. વિપુલ અમૃતલાલ શાહે કહ્યું હતું કે ‘સબ્જેક્ટ આજના સમય માટે ખૂબ જરૂરી કહેવાય એવો છે. ‘હ્યુમન’માં વાત મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા ડૉક્ટર્સ અને ડ્રગ્સના ટેસ્ટિંગમાં ચાલતા કારોબારની છે. બે ડૉક્ટરનાં કૅરૅક્ટર ઇમ્પોર્ટન્ટ છે, જે પૈકી એક શેફાલી કરે છે અને એક કૅરૅક્ટર કીર્તિ કુલ્હારી કરે છે.’

entertainment news Web Series web series vipul shah shefali shah Rashmin Shah