OTT પર પર જુઓ પંચાયત-સીઝન 4, મિસ્ટ્રી અને રેઇડ 2

25 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણો આ ત્રણેય ફિલ્મો ક્યારે રીલીઝ થઈ રહી છે

ફિલ્મનાં પોસ્ટર્સ

પંચાયત-સીઝન 4

OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો, ૨૪ જૂન
આ સિરીઝની અગાઉની ત્રણ સીઝન સુપરહિટ રહી છે અને હવે એની ચોથી સીઝન આવી છે. આ સીઝનમાં ગ્રામપંચાયતની ચૂંટણીની ગરમાગરમી હાઇલાઇટ કરવામાં આવશે. આ સિરીઝના ફૅન્સ એને જોવા માટે તલપાપડ છે.

મિસ્ટ્રી

OTT પ્લૅટફૉર્મ - જિયોહૉટસ્ટાર, ૨૭ જૂન
આ જાસૂસી થ્રિલર જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ સિરીઝમાં રામ કપૂર અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે. રામ કપૂર અરમાન મિસ્ટ્રી નામના જાસૂસનું પાત્ર ભજવે છે, જે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD)થી પીડાય છે. આ સિરીઝ રહસ્ય, ડ્રામા અને હળવી કૉમેડીનું કૉમ્બિનેશન છે. 

રેઇડ 2

OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ, ૨૭ જૂન
અજય દેવગન, વાણી કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ ‘રેઇડ 2’ હવે OTT  પર જોવા મળશે. આ ઍક્શન-ડ્રામા ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી હતી.

web series entertainment news bollywood buzz bollywood news bollywood