ઝી થિયેટર અને શ્રેયસ તલપડેનું ‘નાઈન રાસા’ લઈને આવી રહ્યાં છે કંઈક નવું

23 September, 2021 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝી થિયેટરે પોતાના પ્લેટફૉર્મ પર ‘નાઈન રાસા’ના નાટકો દર્શાવશે

‘પશ્મીના’નું પોસ્ટર

ઝી થિયેટરે બૉલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડે (Shreyas Talpade)ના પ્લેટફૉર્મ ‘નાઈન રાસા’ (Nine Rasa) સાથે મળીને દર્શકોને કંઈક નવું દર્શાવવાનું નક્કી કર્યું છે. ઝી થિયેટર ‘નાઈન રાસા’ના તમામ નાટકો તેમના પ્લેટફૉર્મ પર દર્શાવશે. તેની શરુઆત ૨૬ સપ્ટેમ્બરે બપોરે બે વાગે અને રાતે ૮ વાગે મનીષ ચૌધરી, અનામિકા તિવારી સ્ટારર નાટક ‘પશ્મીના’ દેખાડીને શરુઆત કરવામાં આવશે.

ઝી એન્ટરટેઇનમેન્ટના શિયલ પ્રોજેક્ટ્સના ચીફ ક્રિએટિવ ઓફિસર શૈલજા કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઝી થિયેટર અને નાઈન રાસાનું માનવું છે કે, થિયેટર લોકો સુધી પહોંચવુ જોઈએ. ભલે લોકો થિયેટર સુધી ન પહોંચે. પ્રેક્ષકોને તેમના સ્ક્રીન પર થિયેટરનો અનુભવ આપવાનો અને ‘પશ્મીના’ જેવી સુંદે વાર્તાઓ લોકો સુધી પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે.’

શ્રેયસ તલપડેએ કહ્યું કે, ‘નાઈન રાસાની શરુઆત એ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી કે, નાટક, સ્કીટ, સ્ટોરીટેલિંગ સુધી બધાની પહોંચ હોય અને થિયેટર સમુદાયને પણ મદદ થાય. ઝી થિયેટરનું આગળ આવવું એ સકારાત્મક સંકેત છે કે નાઈન રાસા યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. તેમનો આ સહયોગ ચોક્કસપણે વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે. નાઈન રાસામાં અમે નવા યુગને સંબંધિત અને આજના પ્રેક્ષક વર્ગને પસંદ પડે કે સ્પર્શ જાઈ તેવું કન્ટેટ્ તૈયાર કરવામાં ગર્વ અનુભવીએ છીએ.’

નાટક ‘પશ્મીના’ની વાત કરીએ તો આ વાર્ત અમર અને વિભા સક્કસેનાની છે જેઓ દર ઉનાળામાં કોઈક નવી જગ્યાએ ફરવા જાય છે. જ્યારે આ વઝતે કાશ્મિરની ટ્રિપ બહુ યાદગાર બને છે અને તે શા માટે બને છે તે દર્શાવવામાં આવ્યું છે. આ નાટકનું દિગ્દર્શન રસિકા અગાશેએ કર્યું છે.

entertainment news Web Series web series zee tv shreyas talpade