ડૉક્યુમેન્ટરી સિરીઝ લૉરેન્સ ઑફ પંજાબને રિલીઝ કરવા માટે હાઈ કોર્ટની કન્ડિશનલ મંજૂરી

12 May, 2026 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે કોર્ટ દ્વારા નિર્માતાઓ સમક્ષ શરત મૂકવામાં આવી છે કે સિરીઝનું નામ બદલવું પડશે

ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત આ સિરીઝને લઈને વિવાદ શરૂ થયો હતો

OTT પ્લૅટફૉર્મ ઝી5 પર ૨૭ મેએ ‘લૉરેન્સ ઑફ પંજાબ’ નામની ડૉક્યુમેન્ટરી સિરીઝ રિલીઝ થવાની હતી. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત આ સિરીઝને લઈને વિવાદ શરૂ થયો હતો અને એની રિલીઝ પર રોક લગાવવાની માગણી ઊઠી હતી. વિવાદો વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી આ સિરીઝની રિલીઝ પર રોક લગાવવામાં આવી હતી.

હવે રિપોર્ટ છે કે ‘લૉરેન્સ ઑફ પંજાબ’ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે એને સ્ટ્રીમ કરવાની મંજૂરી આપી છે. જોકે કોર્ટ દ્વારા નિર્માતાઓ સમક્ષ શરત મૂકવામાં આવી છે કે સિરીઝનું નામ બદલવું પડશે. કોર્ટે સિરીઝના ટાઇટલમાં ‘લૉરેન્સ’ અને ‘બિશ્નોઈ’ શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ નિર્માતાઓ હવે પોતાની સિરીઝના નામમાં આ બે શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં. નિર્માતાઓએ નવાં નામોની યાદી તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવી પડશે. કોર્ટ દ્વારા નવા ટાઇટલને મંજૂરી મળ્યા બાદ જ આ સિરીઝ સ્ટ્રીમ થઈ શકશે.

lawrence bishnoi zee5 web series entertainment news bollywood bollywood news