NIACL Recruitment 2024: ન્યુ ઈન્ડિયા એશ્યૉરન્સ કંપનીમાં મેળવો જૉબ, આ રીતે કરો અરજી

01 February, 2024 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

NIACL Recruitment 2024: ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા સહાયકની કુલ 300 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

નોકરી માટેની પ્રતીકાત્મક તસવીર

સરકારી નોકરીની તક માટે રાહ જોતાં ઉમેદવારો માટે ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL Recruitment 2024) તરફથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા સહાયકની કુલ 300 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના માટે અરજી પ્રક્રિયા 1 લી ફેબ્રુઆરી 2024થી જ શરૂ કરી દેવામાં આવી છે. 

કુલ કેટલા પદો માટે ભરતી કરવામાં આવશે?

NIACL સહાયક ભરતી 2024 (NIACL Recruitment 2024) દ્વારા સહાયકની પોસ્ટ માટે કુલ 300 જગ્યાઓ ભરવામાં આવનાર છે. ઉમેદવારો NIACL સહાયકની ખાલી જગ્યા 2024ની રાજ્ય મુજબની વિગતો સત્તાવાર વેબસાઇટ પર તપાસી શકે છે.

આ રીતે કરજો અરજી 

NIACL સહાયક ભરતી 2024 (NIACL Recruitment 2024) માટે જે પણ ઇચ્છુક ઉમેદવારો છે તેઓએ અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.newindia.co.inની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટના હોમ પેજના નીચેના ભાગમાં ભરતી લિંક છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદના પેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરવા માટે ક્લિકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આટલું થયા બાદ નવા પેજ પર નવા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રીતે નોંધણી કરવાની રહેશે. 

અન્ય તમામ માહિતી એકવાર ભરાઈ જાય ત્યારબાદ સહી અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ છેલ્લે નિયત ફી જમા કર્યા બાદ સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે. 

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?

તમને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. આ ભરતી (NIACL Recruitment 2024)માં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત તારીખ પહેલા અથવા પછી ફોર્મ ભરી લેવાના રહેશે. 

અરજી કરતાં પહેલા જાણી લો કે આ લાયકાત માપદંડો હોવા જરૂરી

આ ભરતી (NIACL Recruitment 2024)માં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ. આ સાથે જ ઉમેદવારે SSC/ HSC/ ઇન્ટરમીડિયેટ/ ગ્રેજ્યુએશન સ્તરે વિષય તરીકે અંગ્રેજીનો અભ્યાસ કર્યો હોવો પણ જરૂરી છે. 

આ ભરતી પ્રક્રિયામાં કેટલી વય મર્યાદા આપવામાં આવી છે?

આ સાથે જ તમને જણાવી દઈએ કે ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી, 2024ના રોજ લઘુત્તમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ નહીં. નિયમ મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આટલી અરજી ફી ચૂકવવી પડશે

NIACL ભરતી (NIACL Recruitment 2024)માં અરજી કરવા માટે જનરલ/OBC અને SC/ST/PWBD સિવાયના ઉમેદવારો માટેની અરજી ફી રૂ. 850 નક્કી કરવામાં આવી છે. જેમાં ઇન્ટિમેશન ફીનો પણ સમાવેશ થાય છે, જ્યારે SC/ST/PWD માટે માત્ર રૂ. 100 ની ઇન્ટિમેશન ફી ચૂકવવાની રહેશે.

jobs and career career and jobs jobs jobs in india government jobs job recruitment national news