Dhanteras 2022:આ દિવસે 27 વર્ષ બાદ બની રહ્યો ખાસ સંયોગ, મા લક્ષ્મી વરસાવશે કૃપા

21 October, 2022 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધાર્મિક વિદ્વાનોના મતે આ વખતે ધનતેરસ 2022ના રોજ એકસાથે અનેક શુભ કાર્યો થઈ રહ્યા છે. 23 ઓક્ટોબરે દિવસભર ધનતેરસ (Dhanteras 2022)ની ખરીદી કરી શકાશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ધનતેરસ 2022(Dhanteras 2022)ને માત્ર એક જ દિવસ બાકી છે. 27 વર્ષ બાદ એવો સુખદ સંયોગ બન્યો છે કે આ વખતે ધનતેરસ એક નહીં પરંતુ બે દિવસ મનાવવામાં આવશે. તે 22 ઓક્ટોબરે સાંજે 6:02 વાગ્યે શરૂ થશે અને 23 ઓક્ટોબરે સાંજે 6:03 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, તમે ધનતેરસના પહેલા દિવસે રાત્રે અને બીજા દિવસે આખો દિવસ ખરીદી કરી શકશો.

આ ધનતેરસ પર અનેક શુભ સંયોગો એકસાથે 

ધાર્મિક વિદ્વાનોના મતે આ વખતે ધનતેરસ 2022ના રોજ એકસાથે અનેક શુભ કાર્યો થઈ રહ્યા છે. 23 ઓક્ટોબરે દિવસભર ધનતેરસ (Dhanteras 2022)ની ખરીદી કરી શકાશે. તે દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવશે અને શનિ ગ્રહ માર્ગી બનશે. તેમના માર્ગના કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. આ રાશિના જાતકોના ખિસ્સા ધન, સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલા રહેશે.

આ વખતે ચતુર્દશી તિથિ 23 ઓક્ટોબરે સાંજે 6:04 વાગ્યાથી શરૂ થશે, જે બીજા દિવસે 24 ઓક્ટોબરે સાંજે 5:28 વાગ્યા સુધી રહેશે. ચોટી દિવાળી એટલે કે નરક ચતુર્થી અને હનુમાન જન્મોત્સવ 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબરે સાંજે 5:28 કલાકે થશે. આ અમાવસ્યા તિથિ 25 ઓક્ટોબરની સાંજે 4:19 વાગ્યા સુધી રહેશે.

લક્ષ્મી પૂજા માટે અલગ અલગ મુહૂર્ત હશે

પ્રદોષ કાળ પહેલા 25 ઓક્ટોબરે અમાવસ્યા પૂર્ણ થશે, તેથી આ વખતે દિવાળીનો તહેવાર (Diwali 2022) 24 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. 24 ઓક્ટોબરે લક્ષ્મી પૂજન પણ થશે. આ માટે પ્રદોષ કાળમાં શુભ સમય સાંજે 5:25 થી 6:13 સુધી રહેશે. બીજી તરફ, વૃષભ રાશિમાં શુભ સમય સાંજે 6:44 થી 8:37 સુધી રહેશે. જ્યારે સિંહ રાશિમાં, દેવી લક્ષ્મીની પૂજા રાત્રે 1:19 થી 3:26 સુધી કરી શકાય છે.

culture news diwali