09 July, 2025 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઊજવાય છે. આ દિવસ મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસની જયંતી તરીકે પ્રખ્યાત છે. ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીજીની પૂજા કરવાનું મહાત્મ્ય છે. આ દિવસે ઘણા લોકો પોતાના ઘરે સત્યનારાયણની કથા કરાવતા હોય છે.
આ વખતે ગુરુ પૂર્ણિમા માટે બેસ્ટ મુહૂર્ત કયું છે?
તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમા (Guru Purnima 2025)ની ઉજવણી 10 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે જ કરવામાં આવશે. ગુરુ પૂર્ણિમા તિથી બપોરે 1.36 વાગ્યે શરૂ થાય છે અને 11 જુલાઈના રોજ બપોરે 2.06 વાગ્યે સમાપ્ત થાય છે. તેથી ગુરુ પૂર્ણિમા 2025 10 જુલાઈના રોજ ઊજવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમા (Guru Purnima 2025)નાં શુભ મુહૂર્ત કયાં કયાં છે?
સવારે ૪.૧૦થી ૪.૫૦ સુધી બ્રહ્મ મુહૂર્ત.
સવારે ૧૧.૫૯થી બપોરે ૧૨.૫૪ સુધી અભિજીત મુહૂર્ત.
બપોરે ૧૨.૪૫થી ૩.૪૦ સુધી વિજય મુહૂર્ત.
સાંજે ૭.૨૧થી ૭.૪૧ સુધી ગોધુલી મુહૂર્ત.
આ દિવસે શું ન કરવું જોઈએ?
કહેવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમા (Guru Purnima 2025)ના દિવસે વાળ અને નખ કાપવાનું ટાળવું જોઈએ. આ દિવસે કાળાં કપડાં અથવા ફાટેલાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. સાથે જ દિવસે બને ત્યાં સુધી નોનવેજ ખાવાનું પણ ટાળવું જોઈએ. એ સાથે જ તામસિક આહાર પણ ન લેવો જોઈએ. ડુંગળી, લસણ, માંસ, માછલી, ઇંડા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે માત્ર શુદ્ધ અને શાકાહારી ભોજન જ ખાવું જોઈએ. આ દિવસે કોઇની સાથે વાદવિવાદ પણ ન કરવો. અસત્ય પણ ન બોલવું જોઈએ. કોઈને નુકસાન પહોંચાડવાનો અશુભ ભાવ પણ ન કરવો જોઈએ. કારણકે આમ કરવાથી લક્ષ્મીજીનો પ્રકોપ થાય છે. આર્થિક મુશ્કેલી પણ પાડી શકે છે.
ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવી સિમ્પલ છે- જાણી લો
ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે કોઈ ઝાકઝમાળની જરૂર નથી. આ દિવસે વહેલા ઊઠીને સ્નાન કરીને દૈનિકક્રિયાઓનો (Guru Purnima 2025) પ્રારંભ કરી શકો. પૂજા સ્થળે ગુરુની છબી મૂકી શકો છો. ધૂપ અને મીઠાઈઓ, ફૂલો પણ ધરી શકાય છે. ગુરુ સ્તોત્ર, ગુરુ ગીતાનો પણ આ દિવસે પાઠ કરી શકાય. અથવા તો થોડીકવાર માટે મૌન પાળીને ગુરુનું ધ્યાન ધરી શકાય છે
આપણને જ્ઞાન આપનાર અને જીવનના અંધારથી દૂર કરનાર ગુરુનું આ દિવસે ધ્યાન કરવામાં આવે છે તેમ જ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. એ પછી આપણા ટીચર હોય, માતા-પિતા હોય કે કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક પણ હોઇ શકે છે.
(ડિસક્લેમરઃ આ આર્ટિકલ માહિતીને આધારે તૈયાર કરાયેલ હોઇ આમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે તે અંગે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ કોઈ પુષ્ટિ આપતું નથી.)