07 April, 2025 02:31 PM IST | Itanagar | Gujarati Mid-day Correspondent
મોપિન ફેસ્ટિવલ
નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં આજકાલ સ્થાનિક નવા વર્ષની ઉજવણીઓ ચાલી રહી છે. આસામમાં બિહૂ ફેસ્ટિવલની જેમ અરુણાચલ પ્રદેશની ગેલો ટ્રાઇબનું ન્યુ યર ગઈ કાલે ઊજવાયું જે મોપિન ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં પાક લણવાની આ બીજી સીઝન છે જેને સ્થાનિકોમાં લુમી અને લુકી મહિના તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ મહિના માર્ચ અને એપ્રિલ મહિનામાં આવે છે. આ દિવસે મહિલાઓ ટ્રેડિશનલ કૉસ્ચ્યુમ પહેરીને ધાન્યની પરંપરાગત રીતે પૂજા કરે છે અને એની જ સાથે ઢોલ-નગારાં પર સામૂહિક નૃત્ય કરે છે. પુરુષો આખલાને બાંધીને એને પરંપરાગત રીતે શણગારીને ખાસ વિધિ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ખેતીની નવી સીઝન પણ ધનધાન્ય અને ફળફૂલથી લચેલી રહે.